રૂ.200ની કમાણી સામે ટ્રાફિક પોલીસ રૂ.500 નો દંડ ફટકારે છે, ઘર કેમ ચલાવવું?

ટ્રાફિક પોલીસની હેરાનગતિનો ભોગ બનેલા આ કામદારો નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યાલયે રજૂઆત કરવા પહોચ્યા હતા. અહી કામદારોએ Tv9 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Sep 24, 2021 | 2:21 PM

SURAT : રૂ.200 ની કમાણી સામે ટ્રાફિક પોલીસ રૂ.500 નો દંડ ફટકારે છે, આ વેદના છે સુરતના એમ્બ્રોઇડરીનો માલ-સમાનની હેરફેર કરતા કામદારોની. સુરતમાં એમ્બ્રોઇડરીના કામદારોએ ટ્રાફિક પોલીસ પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે..કાપડ અને એમ્બ્રોઇડરીના વ્યવસાય સાથે સંકળાયેલા કામદારો માર્કેટમાં પાર્સલના હેરફેરનું કામ કરતા હોય છે…જોકે આ દરમિયાન વાહન પર કાપડના પાર્સલ મુદ્દે ટ્રાફિક પોલીસ કામદારોને દંડ ફટકારે છે. કામદારોએ આરોપ લગાવ્યો છે કે રોજના 200 રૂપિયા કમાતા કામદાર પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.જેને પગલે કામદારોમાં રોષ ફેલાયો છે.

ટ્રાફિક પોલીસની હેરાનગતિનો ભોગ બનેલા આ કામદારો નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યાલયે રજૂઆત કરવા પહોચ્યા હતા. અહી કામદારોએ Tv9 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી.

આ કામદારોએ કહ્યું કે નાના પોતલા ટુ-વ્હીલર વાહનમાં જ લઇ જવા પડે છે, ઓછા માલ-સામાનમાં સ્પેશીયલ ઓટો કરવાનું પોસાય નહિ. પણ માલ-સમાનના પોટલા લઈને જઈ રહેલા કામદારોને ટ્રાફિક પોલીસ આંતરે છે અને દંડ ફટકારે છે. કામદારોએ એવો પણ આક્ષેપ કર્યો કે TRB જવાનો શરૂ વાહને ચાવી ખેંચી લે છે.

આ કામદારોએ વેદના ઠાલવી છે કે રૂ.200 ની કમાણી સામે ટ્રાફિક પોલીસ રૂ.500 નો દંડ ફટકારે છે, આમાં ઘર કેમ ચલાવવું?

આ પણ વાંચો : ત્રીજી લહેરની વાતો વચ્ચે ICMRના સર્વેમાં મોટો ખુલાસો, 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે

આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણના કારણે AMCને રોજનું 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati