પક્ષપલટો યથાવત : ઉધનામાં હજારથી વધુ કાર્યકરોએ પહેરી ‘આપ’ની ટોપી

દિલ્લી (Delhi ) અને પંજાબ સરકારમાં જે દેખાયું છે આમ લોકો માટે શિક્ષણ,આરોગ્ય સહિત જે સુવિધાઓ અને પરિવર્તનો આવ્યા છે તે પરિવર્તન ગુજરાતમાં પણ આવશે.

પક્ષપલટો યથાવત : ઉધનામાં હજારથી વધુ કાર્યકરોએ પહેરી 'આપ'ની ટોપી
Defection continues: Over a thousand workers wear AAP cap in Udhana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 4:30 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ એક બાજુ જુદી જુદી રાજકીય (Political ) પાર્ટીઓ મતદારોને અલગ અલગ પ્રકારની સ્કીમો (Scheme ) અને વાયદાઓ આપીને લુભાવવાના પ્રયાસો કરી રહી છે. તેમજ રાજકીય સમીકરણો પણ બદલાતા જોવા મળી રહયા છે. વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં શહેરમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ભાજપાથી નારાજ થયેલા 1000 થી વધુ કાર્યકર્તાઓ ઢોલ નગારા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાય ગયા હતા.

એટલુંજ નહીં આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે વિધિવત પ્રવેશ સમારંભ યોજાયો હતો.એક સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતા આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આપ દ્વારા મોટું પરિવર્તન લાવવાના એંધાણ જોવા મળી રહ્યા છે.જયારે આ બદલાવને લઈને ભાજપની ચિંતા વધી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

ઉધના વિધાનસભા ખાતે ગતરોજ આમ આદમી પાર્ટી પ્રવેશ સમારંભ યોજાયો હતો. જેમાં મોટી સઁખ્યામા યુવાઓ તેમજ મહિલાઓ પણ હાજર રહયા હતા.આ કાર્યક્રમાં ખાસ હાજર રહેલા ડો.ઇ.કે.પાટીલ (નવસારી લોકસભા “આપ” પ્રમુખ ) એ જણાવ્યું હતું કે ભાજપના સુરત શહેરના ભાષાભાષી સેલના યુવા મોરચાના કન્વીર જયસિંહ રાજપૂત અને તેમની ટીમ સહીત 1000 જેટલા લોકો ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભાજપથી નારાજગી હોવાથી તેઓએ આ નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે. કાર્યક્રમમાં હાજર અગ્રણીઓનું કહેવું હતું કહ્યું હતું કે તેઓ છેલ્લા 9 વર્ષથી  ભાજપમાં હતા. બીજેપીથી જે આશા હતી તે 9 વર્ષની મહેનતમાં પુરી થઇ ના શકી. આમ જનતા, ગરીબો માટે જે કરવાના વાયદાઓ કરવામાં આવ્યા હતા તેવું કંઈજ થયું નથી. લોકો વિશ્વાસભંગ થયો હોય તેવી લાગણી અનુભવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમણે એવો દાવો પણ કર્યો છે કે,  કેજરીવાલ, આમ આદમી પાર્ટીમાં એક આશા દેખાઈ રહી છે. દિલ્લી અને પંજાબ સરકાર દ્વારા જે સારા કામ કરાયા છે તેના આધારે લોકોને લાગી રહ્યું છે કે, આમ લોકો માટે શિક્ષણ, આરોગ્ય સહિત જે સુવિધાઓ અને પરિવર્તનો આવ્યા છે તે પરિવર્તન ગુજરાતમાં પણ આવશે અને લોકોને રાહત મેળશે. આ પરિવર્તનો જોઈને જ આદમી પાર્ટીમાં જોડાયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">