સુરત શહેર કોરોના(Corona ) મહામારીના ત્રીજા તબક્કાની લહેરમાં બહાર નીકળી ગયું છે. છેલ્લા એક અઠવાડિયાથી સુરત શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના(patients ) આંકડાઓમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને પગલે વહીવટી તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે. જાન્યુઆરી મહિનાના પ્રારંભ સાથે જ ત્રીજા તબક્કાની સંભવિત લહેરને પગલે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરમાં ઉભા કરવામાં આવેલા કોમ્યુનિટી કોવિડ આઈસોલેશન(Isolation Center ) સેન્ટરોને પણ હવે એક અઠવાડિયા બાદ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાન્યુઆરી મહિનાની 6ઠ્ઠી તારીખથી સુરત શહેરમાં કોરોના સંક્રમણના કેસોમાં તીવ્ર ઉછાળો નોંધાવા પામ્યો હતો. એક તબક્કે 18મી જાન્યુઆરીના રોજ સુરત શહેરમાં સૌથી વધુ 3563 કેસો નોંધાયા હતા. આ સ્થિતિ વચ્ચે સુરત મહાનગર પાલિકા દ્વારા કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે શહેરના અલગ – અલગ ઝોન વિસ્તારમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ખાનગી સંસ્થાઓ અને સમાજના સહયોગથી અલાયદા કોવિડ આઈસોલેશન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા.
સદનસીબે હવે સુરત શહેર કોરોનાની ત્રીજા તબક્કાની લહેરમાંથી બહાર નીકળી ચુક્યું છે અને રોજના 250 જેટલા કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે કોવિડ આઈસોલેશન સેન્ટરો શોભાના ગાંઠિયા પુરવાર થઈ રહ્યા છે. આ સ્થિતિમાં હવે એક સપ્તાહ બાદ શહેરભરમાં ઉભા કરવામાં આવેલા આઈસોલેશન સેન્ટરો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ સુરત શહેરમાં માત્ર 3123 એક્ટીવ કેસો છે અને તે પૈકી 161 દર્દીઓ જ શહેરની હોસ્પિટલોમાં સારવારગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી સિવિલ હોસ્પિટલમાં 50 અને સ્મીમેર હોસ્પિટલમાં 33 દર્દીઓ નોંધાયા છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં 1500 અને સ્મીમેર હોસ્પિટલમાં 941 બેડની સુવિધા ઉપલબ્ધ હોવાને પગલે તંત્ર દ્વારા હવે ઔપચારિક બનેલા કોવિડ આઈસોલેશન સેન્ટરોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
હાલ 7 આઈસોલેશન સેન્ટરોમાં 325 બેડ ઉપલબ્ધ ડિસેમ્બર મહિનાના અંતમાં ઓમીક્રોન વેરિયેન્ટની એન્ટ્રી સાથે જ સુરત શહેરમાં ત્રીજા તબક્કાની મહામારીનો પ્રારંભ થઈ ચુક્યો હતો. સતત વધી રહેલા કેસો વચ્ચે સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી શહેરના લિંબાયત, વરાછા એ અને બી તથા કતારગામ અને રાંદેર ઝોનમાં કોવિડ કેર આઈસોલેશન સેન્ટરો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા.
જેમાં વરાછા એ- ઝોનમાં આહિર સમાજ દ્વારા 25 બેડ, વરાછા બી ઝોનાં સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 50 બેડ, કતારગામ ઝોનમાં ટાઈગર ફોર્સ દ્વારા 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ સિવાય રાંદેર ઝોનમાં દિવાળી બાગ ખાતે સંપ્રતિ આઈલોસેશન સેન્ટરમાં 100 બેડ, લિંબાયતમાં મંગલપાંડે હોલ, પરવત કોમ્યુનિટી હોલ અને ડિંડોલી કોમ્યુનિટી હોલ ખાતે પણ કોમ્યુનિટી કોવિડ આઈસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :