તંત્ર સફાળું જાગ્યું, અમદાવાદ બાદ હવે સુરતમાં પણ રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર

ગુજરાતમાં સતત વધી રહેલા Corona કેસને લઈને રાજ્ય સરકારની ચિંતા વધી છે. જેમાં કોરોના એપીસેન્ટર બનેલા સુરત અને અમદાવાદમાં વહીવટીતંત્ર આખરે એક્શન આવ્યું છે. જેમાં ગુરુવારે સુરત શહેરમાં Coronaના સૌથી વધારે 395 કેસ નોંધાયા છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 18, 2021 | 10:29 PM

ગુજરાતમાં સતત વધી રહેલા Corona કેસને લઈને રાજ્ય સરકારની ચિંતા વધી છે. જેમાં કોરોના એપીસેન્ટર બનેલા સુરત અને અમદાવાદમાં વહીવટીતંત્ર આખરે એક્શન આવ્યું છે. જેમાં ગુરુવારે સુરત શહેરમાં Coronaના સૌથી વધારે 395 કેસ નોંધાયા છે. જેના પગલે હવે અમદાવાદ બાદ સુરત શહેરમાં કોર્પોરેશને રાત્રિ કર્ફ્યૂના સમયગાળામાં 19 માર્ચથી વધારો કર્યો છે. જેમાં સુરત શહેરમાં પણ હવે  શુક્રવારથી રાત્રિ કર્ફયુનો સમયગાળો રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત સુરતમાં ગત અઠવાડિયાથી જ શનિ અને રવિવારે મોલ અને સિનેમા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજયમાં Coronaના 1,276 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમજ કોરોનાના લીધે ત્રણ દર્દીઓના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 899 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધી કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,433 નોંધાયો છે. ગુજરાતમાં હાલ કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1,276 કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે કેસ સુરત 395 નોંધાયા છે. અમદાવાદમાં 304, વડોદરા 129 , રાજકોટમાં 113, જામનગરમાં 48, ભાવનગરમાં 32, ગાંધીનગરમાં 24, જૂનાગઠમાં 4, ખેડામાં 25, મહીસાગરમાં 13, સુરેન્દ્રનગરમાં 5, પોરબંદરમાં 1, પંચમહાલમાં 25, મહેસાણામાં 18, આણંદમાં 15, નવસારીમાં 3, અરવલ્લીમાં 2, ડાંગ 2, દ્વારકા 2 અને બોટાદમાં 1 કેસ નોંધાયા છે.

સુરતમાં નેતાઓ ભાન ભૂલ્યા, કોરોના ગાઈડલાઈનના ધજાગરા

ગુજરાતમાં Coronaનું વિકરાળ સ્વરૂપ સામે આવ્યું છે. જેમાં સુરત કોરોના વાઈરસનું એપીસેન્ટર બની ચૂક્યું છે. તેવા સમયે લોકોને Corona ગાઈડલાઈનના પાલનની સુફિયાણી સલાહ આપનારા નેતાઓ જ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા નજરે પડ્યા હતા. જેમાં સુરત મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં લોકોને સલાહ આપતા કાઉન્સિલરો Corona ગાઈડલાઈનનો ભંગ કરતા નજરે પડ્યા હતા. જેમાં સભાખંડમાં કોર્પોરેટરોના ટોળેટોળે જોવા મળ્યા હતા. તેવા સમયે લોકોને સલાહ આપનારા આ નેતાઓ કોરોનાના નિયમો ક્યારે પાળશે તે વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.

સુરતમાં Coronaના કેસ વધતા તંત્ર એકશનમાં 

આ ઉપરાંત સુરતમાં Coronaના કેસ વધતા તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યા છે. જેમાં બીઆરટીએસ અને  સીટી બસના તમામ રુટો બંધ કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત ગુરુવારથી ગેમ ઝોન, જીમ, ક્લબ સહિત હોટલના બેન્ક્વેટ હોલ વગેરે બંધ કરવામાં આવ્યા છે. સુરતમાં બુધવારે 24 ક્લાકમાં રેકોર્ડ બ્રેક 353 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના કેસ 200થી ઉપર નોંધાઈ રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો ફરી ફૂંફાડો, 24 કલાકમાં 1,276 કેસ, 3ના મોત

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">