Surat : શહેરના આઉટર રિંગરોડ વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા વિચારણા

સુરતમાં હવે લોકોનો ઝુકાવ ઇલેક્ટ્રિક વાહનો તરફ વધ્યો છે. જેથી મહાનગરપાલિકા દ્વારા આઉટર રિંગરોડ વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેથી લોકોને વધુ સરળતા રહે અને પર્યાવરણની દ્રષ્ટિએ શહેરને પણ ફાયદો થાય.

Surat : શહેરના આઉટર રિંગરોડ વિસ્તારમાં ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા વિચારણા
Consider setting up a charging station in the Outer Ring Road area of the city
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 10:07 AM

Surat પેટ્રોલ ડીઝલના(Petrol -Diesel) ભાવમાં થઇ રહેલા સતત વધારા અને ઈ વાહનો(એ-Vehicle) પર સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહક સ્કિમોને પગલે હવે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવાનું લોકો વધારે પસંદ કરી રહ્યા છે. સુરતમાં પણ આગામી 6 થી આઠ મહિનામાં 200 કરતા વધુ ઇલેક્ટ્રિક બસો શહેરના માર્ગો પર દોડતી જોવા મળશે. ત્યારે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક પોઇન્ટની સંખ્યા વધારવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ હવે ઇલેક્ટ્રિક બસો દોડાવવા તરફ ઝુકાવ વધ્યો છે. પર્યાવરણ માટે ફ્રેન્ડલી હોવાના કારણે સુરત મહાનગરપાલિકા ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું આયોજન કરી રહી છે. આગામી દિવસોમાં પાલિકા વધુ ઇલેક્ટ્રિક બસો ખરીદવાનો વિચાર કરી રહી છે તો બીજી તરફ શહેરીજનોને પણ પેટ્રોલ ડીઝલના ભાવ હવે પોષાય તેમ નથી. સરકાર દ્વારા તાજેતરમાં જ ઇલેક્ટ્રિક વાહનો પર જે સબીસીડી આપવામાં આવી છે તેને લઈને હવે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા તરફ વળ્યાં છે.

ત્યારે સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા નિર્માણાધીન આઉટર રિંગરોડ પર મનપા દ્વારા ઇલેક્ટ્રિક વાહનો માટે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઈન્ટ્સ માટેની વ્યવસ્થા ઉભું કરવાનું આયોજન કરાયું છે. ભવિષ્ય હજી ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધી શકે છે. વાહનધારકો પાસે જો ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ પોઇંટ્સના વિકલ્પ વધારે હશે તો ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીને હજી પ્રોત્સાહન મળી શકે તેમ છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

હાલ વિવિધ કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રિક વાહનોની સાથે વાહનોના ચાર્જિંગ માટેની વ્યવસ્થા ઉભી કરી આપવામાં આવે છે. પરંતુ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અને પેરાફેરીના વિસ્તારોમાં જો ચાર્જિંગ પોઇન્ટ ઉભા કરી આપવામાં આવે તો લોકોને વધુ સરળતા પડે તેમ છે. એટલું જ નહીં સરવાળે લોકોને ઇંધણ ખર્ચમાં પણ બચત થઈ શકશે અને પર્યાવરણમાં પણ શહેરને ફાયદો થશે તે નક્કી છે.

આ પણ વાંચો :

Surat : VNSGU એ મિલાવ્યા આધુનિકતા સાથે કદમ, ચેટબોટ લોન્ચ કરનાર ગુજરાતની પહેલી યુનિવર્સીટી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">