Breaking News: સુરત ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, રાજસ્થાનમાંથી કરોડોની કિંમત MD ડ્રગ્સ ઝડપી પાડ્યુ
Surat: સુરત શહેર ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. અંદાજિત 10 કિલો MD ડ્રગ્સ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનમાંથી જપ્ત કર્યુ છે. પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સુરતથી રાજસ્થાન સુધી MD ડ્રગ્સનું નેટવર્ક હોવાની વાત સામે આવી છે.

Surat: સુરત શહેર ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. અંદાજિત 10 કિલો MD ડ્રગ્સ ક્રાઈમ બ્રાંચે રાજસ્થાનમાંથી જપ્ત કર્યુ છે. પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સુરતથી રાજસ્થાન સુધી MD ડ્રગ્સનું નેટવર્ક હોવાની વાત સામે આવી છે.
યુવાનોને નશાના રવાડે ચડાવી યુવાધનને બર્બાદ થતુ રોકવા માટે છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસ દ્વારા ડ્રગ્સ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને તે રંગ પણ લાવી રહી છે. સુરતથી રાજસ્થાન સુધી MD ડ્રગ્સનું નેટવર્ક હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે અને 10 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. આ સાથે ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. કરોડોની કિંમતનું આ MD ડ્રગ્સ ક્યાંથી આવ્યુ હતુ અને કોની પાસેથી મેળવ્યુ અને કોને આપવાનુ હતુ તે તમામ દિશામાં ક્રાઈમ બ્રાંચે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આરોપીના તાર લાજપોર જેલના આરોપી સાથે જોડાયેલા હોવાનુ સામે આવ્યુ
શહેર ક્રાઈમ બ્રાંચે જપ્ત કરેલા MD ડ્રગ્સ મામલે જે આરોપી પકડાયો છે. તેના તાર લાજપોર જેલમાં રહેલા આરોપી સાથે જોડાયેલા મળ્યા છે. અગાઉ 8 કિલો ડ્રગ્સમાં પકડાયેલ આરોપી DCB દ્વારા પકડાયેલા આરોપીના કોન્ટેકમાં હતો. બાદમાં DCB દ્વારા રાજસ્થાનમાંથી કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતુ. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા લાજપોર જેલમાંથી એક આરોપી પાસેથી મોબાઈલ પણ કબ્જે કરવામાં આવ્યો હોવાની વિગતો ખૂલી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..