સુરત (Surat ) અને અલગ અલગ શહેરમાં લોકોને ફેમિલી (Family ) હોલિડે મેમ્બરશિપ પ્રોવાઇડ કરવાની ઓફર આપીને વિશ્વાસધાત અને છેતરપિંડી (Cheating ) કરનાર આરોપીઓનું કોલ સેન્ટર સાયબર સેલે ઝડપી પાડ્યું છે. અને આ રીતે છેતરપિંડી કરતા 4 આરોપીને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે.
દિવાળી વેકેશન પાસે આવતા જ છેતરપિંડી, વિશ્વાસઘાત, ચોરી, લૂંટફાટ, સહિતના ગુનાઓમા વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે સુરત પોલીસની ટીમ એક્શન મૂડમા આવી ગઈ છે. ત્યારે સુરતના વેસુ ખાતેથી સુરત સાયબર સેલની ટીમે લોભામણી લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના 4 આરોપીનું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે.
સુરત સાયબર સેલ પાસેથી મળતી માહિતી મુજબ ધ હિમાલયા હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી પ્રા.લિ. કંપનીમાં મેમ્બરશિપ માટે હોટલ ઓરે ન્યુ મગદલ્લા રોડ, ડુમસ રોડ સુરત ખાતે બોલાવી ત્યા સ્કીમ સમજાવનાર ૠત્વિક રામાણીએ મેમ્બરશિપ લેવાથી વર્ષ માટે સભ્ય બનવા માટે જેમાં હોટલમાં 70 દિવસ રાત્રીનું રોકાણ સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટલમાં તથા 10 વર્ષ સુધી ફરવા તેમજ ત્યા રહેવા જમવાની વ્યવસ્થા ,પિકઅપ અને ડ્રોપની સુવિધા આપવામાં આવશે તેમજ સાઇટ સીન સુવિધા મળતી હોવાની લોભામણી લલચામણી વાતો કરવામાં આવી હતી.
પેટ્રોલપંપ અને વાહનોના શો રૂમોમાંથી ચકાસણીના બહાનો ક્રેડિટ કાર્ડ લઈ મેનેજરના ગ્રાહકોના ડેટા મેળવી ક્લબ મેમ્બરશીપના નામે મોબાઇલમાંથી ઓટીપી નંબર મેળવી બેંકમાંથી વિગતો મેળવતા હોય છે કારણ કે પેટ્રોલ પંપ મોલની અંદર આવા કર્મચારીઓ ફરતા હોય છે અને પોતાને ક્રેડિટ કાર્ડ ન હોય તો ક્રેડિટ કાર્ડ સસ્તા ભાવે અથવા તો સ્કીમોની અંદર મળશે તે રીતની વાતો કરી અને તેમની પાસેથી તમામ ડેટા મોબાઈલ નંબર સુધીની વિગતો લઈ અને એક પછી એક આ રીતના ડેટા ભેગા કરતા હોય છે અને આવી ચીટીંગ કરતી ગેંગોને સપ્લાય કરવામાં આવતા હોય છે. આ ઠગ ટોળકીએ 15થી 20 જેટલી યુવતીઓને રાખીને ગ્રાહકોને કોલ કરી વેસુના એક્યુલ્ટ શોપરની ભાડાની ઓફિસમાં બોલાવતા હતા. કોર્પોરેટ જેવી ઓફિસમાં લોકોને બોલાવીને કપલ સાથે ડિનરનું આમંત્રણ પણ અપાતું હતું,
ફરીયાદી સાથે છેતરપીડી કરી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને પગલે સુરત સાયબર સેલે ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી આ ગુન્હામા સંડોવાયેલ આરોપી સંકેત પ્રજાપતી, પાર્થ જીતેન્દ્રભાઇ ચમનભાઇ રાઠોડ, ઇશ્વરભાઇ પ્રજાપતિ અને રિતિક રોશન જનાર્દનભાઇ વિજેન્દ્રપ્રસાદ સમાણીની ધરપકડ કરી કોલ સેન્ટરમાથી ત્રણ કોમ્પુટર, 5 નગ પી.ઓ.એસ મશીન, લેપટોપ, 12 મોબાઇલ ફોન તેમજ ચેકબુક સહિતનું મુદ્દામાલ ક્બજે કરી આગળની તપાસ હાથ ધરી છે.