Bardoli : ખેતીવાડી વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાયરો ચોરી તરખાટ મચાવનાર આરોપીઓ પકડાયા, મુખ્ય સૂત્રધાર વોન્ટેડ
ખેતીવાડીમાં ચોરીને અંજામ આપતી આ ગેંગ દિવસ દરમિયાન સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખેતરોનો સર્વે કરતા હતા. અને રાત્રી દરમિયાન ચાલુ હાઈ ટેન્શન લાઈનમાં ફોલ્ટ કરીને વીજ પ્રવાહ રોકી દેતા હતા.
સુરત (Surat ) જિલ્લામાં ખેતીવાડી વિસ્તારમાં ચોરી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. સુરત જિલ્લાના પલસાણા તેમજ બારડોલી(Bardoli ) તાલુકામાં મોટી સંખ્યા માં જીઈબીના વીજ તારોની ચોરી થઈ હતી. જે બાબતે પલસાણા પોલીસને આ સફળતા મળી હતી. ગત 20 મી તારીખ ના રોજ પલસાણાના સોયાણી નજીક લાખોની માત્રામાં જીઇબી ના વિજતારની ચોરી થઈ હતી. તેમજ બારડોલી પોલીસ મથકમાં પણ વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી . જે બાબતે બાતમી ના આધારે પલસાણા પોલીસ અને સુરત ડીસીબી પોલીસની મદદ વડે ગેંગના ચાર આરોપીની ધરપકડ કરી હતી.
આ ગેંગના આરોપીઓએ સુરત શહેરના વરાછા વિસ્તારમાં નવદુર્ગા સોસાયટીમાં એક ગોડાઉનમાં ચોરીના વિજ તાર સંતાડ્યા હતા. ડીસીબી પોલીસ આરોપી પકડતા તેમણે વાયર ચોરીની કબુલાત કરી હતી. જેથી પલસાણા પોલીસને પણ સાથે રાખી આખું ઓપરેશન બહાર પડાવ્યું હતું. ચોરી કરનાર અને ચોરીનો માલ લેનાર મળી કુલ ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
ધરપકડ થયેલ આરોપી પૈકી દેવીલાલ બંસીલાલ માલી સુરત જિલ્લાના ઓલપાડ સરથાણા પોલીસ સ્ટેશનમાં પાંચથી વધુ ગુના નોંધાઇ ચૂક્યા છે. તેમજ નારાયણ કુમાવત નામનો આરોપી એની વિરુદ્ધમાં પણ માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેમજ આ ચાર આરોપી સિવાય રાજસ્થાન ભીલવાડા નો રહેવાસી પપ્પુ ખરાડી ને વોન્ટેડ જાહેર કરાયો છે. જે ગેંગનો મુખ્ય સૂત્ર ધાર છે . જેની વિરુદ્ધમાં સુરત જિલ્લાના પલસાણા, બારડોલી, કામરેજ તેમજ બગોદરા ધોળકા પ્રાંતિજ સહિત રાજ્યભરના ના પોલીસ મથકમાં 13 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
ખેતીવાડીમાં ચોરીને અંજામ આપતી આ ગેંગ દિવસ દરમિયાન સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખેતરોનો સર્વે કરતા હતા. અને રાત્રી દરમિયાન ચાલુ હાઈ ટેન્શન લાઈનમાં ફોલ્ટ કરીને વીજ પ્રવાહ રોકી દેતા હતા. અને બાદમાં વીજતારોની ચોરી કરતા હતા. અને ચોરેલો માલ સામાન રાત્રિ દરમિયાન જ જે તે વેપારીઓને વેચી દેતા હોવાની પણ પોલીસ સમક્ષ કરી હતી. ઈલેક્ટ્રીક વીજ તારો મળી પોલીસે કુલ 61.80 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.
Input Credit by Jignesh Mehta (Bardoli )