‘ઉઘરાણી કરી તો જીવતા નહીં જવા દઈએ’, બેંગ્લોરના હજારે બંધુઓએ સુરતની પેઢીને લાખોનો ચૂનો લગાવી આપી ધમકી

Surat: બેંગ્લોરના હજારે બંધુઓએ સુરતમાં પેઢી ચલાવતા પંકજભાઈને 45 લાખનો ચૂનો ચોપડ્યો છે. જેને લઈને હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

'ઉઘરાણી કરી તો જીવતા નહીં જવા દઈએ', બેંગ્લોરના હજારે બંધુઓએ સુરતની પેઢીને લાખોનો ચૂનો લગાવી આપી ધમકી
Bangalore's Hazare brothers defraud Surat's firm of Rs 45 lakh (File Image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 02, 2022 | 12:16 PM

Surat: ઉધના દરવાજા પાસે એમ્પાયર બિલ્ડિંગમાં આવેલ ડાયનામીક સોફ્ટ લીન્ક પ્રા.લી પેઢી સાથે બેંગ્લોરના હજારે બંધુઓએ 45 લાખની ઠગાઈ (Fraud) કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. બેંગ્લોરના (Bangalore) ત્રણ હજારે બંધુઓએ કંપનીમાં સાડીઓ પર મોડલિંગના કેટલોગ બનાવ્યા હતા  જોકે મોટી રકમ થયા બાદ પણ એકાઉન્ટન્ટને પૈસા નહિ ચુકવતા આખરે એકાઉંટને પૈસાની માંગણી કરી હતી.

જેથી ત્રણેય હજારે બંધુઓએ પૈસા ચૂકવવાના બદલે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમાં આખરે ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ બંધુઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે અડાજણ હનીપાર્ક રોડ ગાર્ડન વ્યુ કોમ્પ્લેક્ષમાં રહેતા પંકજભાઈ નટવરલાલ વૈધ ઉધના દરવાજા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલ ડાયનામીક સોફ્ટ લીન્ક પ્રા.લી નામની પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. પંકજભાઈની પેઢીમાં ગત તા 8 માર્ચ 2018 થી 4 જુલાઈ 2019 દરમ્યાન બંગ્લોરના બાગલકોટ રબકાવી લક્ષ્મી સ્ટ્રીટ કામલી બજાર ખાતે આવેલ પદમશ્રી સારીસના માલીક પ્રસન્ના હજારે , પ્રદિપ હજારે અને પ્રવિણ હજારેએ સાડીઓ ઉપર મોડલીંગ કરાવી તેના કેટલોગ બનાવ્યા હતા.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

નક્કી કરેલ સમયમાં હજારે બંધુઓએ પેમેન્ટ નહી આપતા પંકજભાઈ દ્વારા ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યો હતો. ત્યારબાદ એકાએક ઉશ્કેરાઈને ‘પેમેન્ટ માટે ફોન કરવો નહી અને ઉઘરાણી કરવા માટે બેંગ્લોર આવવુ નહી, નહી તો જીવતા પાછા જવા દઈશુ નહી’ તેવી ધમકી આપી પેમેન્ટ નહી આપી દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા.

બનાવ અંગે પોલીસે પંકજભાઈની ફરિયાદ લઈ હજારે બંધુઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: ઉત્તરાયણ પહેલા વધુ એક બાળકે પતંગની લ્હાયમાં ગુમાવ્યો જીવ, પરિવારનો GEB પર ગંભીર આક્ષેપ

આ પણ વાંચો: CHHOTA UDEPUR : નસવાડીમાં રોડના કામમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર, લોકો હાથથી ઉખાડી રહ્યાં છે રોડનો ડામર

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">