Surat : ડાયમંડ ઉધોગની સ્થિતિ સુધરતા જ રત્નકલાકારોએ કરી પગાર વધારાની માગ

કોરોનાકાળમાં હવે પૂર્ણ થવા આવતા સ્થિતિ પૂર્વવત થઇ રહી છે. ડાયમંડ ઉધોગની સ્થિતિ સુધરતાં હવે રત્નકલાકારે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ડાયમંડ યુનિટો દ્વારા પગારવધારો કરી અપાવવા બાબતે રજુઆત કરી છે.

Surat : ડાયમંડ ઉધોગની સ્થિતિ સુધરતા જ રત્નકલાકારોએ કરી પગાર વધારાની માગ
As the condition of the diamond industry improves, diamond workers demand a pay hike
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 23, 2021 | 6:42 AM

સુરતમાં(surat ) રત્નકલાકારોએ(diamond  workers ) ડાયમંડ વર્કર યુનિયનના નેજા હેઠળ સુરત કલેકટરને આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં રત્નકલાકારોના પગાર તથા ભાવ વધારો કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી

કોરોનાના કપરાકાળમાં તેમજ લોકડાઉનમાં ઘણા ડાયમંડ યુનિટો દ્વારારત્નકલાકારોનો પગાર ઘટાડી દેવામાંઆવ્યા હતા.. જેને લઈને રત્નકલાકારોની આર્થિક હાલત કફોડી બની હતી. પરંતુ હવે કોરોનાના કેસો પણ ઘટી રહ્યા છે અને હાલના સમયમાં હીરા ઉધોગમાં ફરી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તેવામાં આ તેજીનો લાભ રત્નકલાકારોને મળતો નથી. જેને લઈને અગાઉ પણ ડાયમંડ વર્કર યુનિયન દ્બારા સુરત ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર આપી ભાવ વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. અને ત્યારબાદ સુરતમાં રત્નકલાકારોએ ભાવ વધારાની માંગ સાથે હડતાલ પણ કરી હતી.

ત્યારે  રત્નકલાકારોએ ડાયમંડ વર્કર યુનિયનના(diamond worker union ) નેજા હેઠળ  સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પગાર અને ભાવ વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પગારમાં 20 ટકાનો વધારો કરવામાં આવે તેવી રત્નકલાકારોએ આપેલા આવેદનપત્રમાં રજૂઆત કરી હતી. એટલું જ નહી અપાયેલા આવેદનપત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા પરિપત્ર હતો કે કારીગરોને લોકડાઉન દરમ્યાન પગાર ચૂકવવવામાં આવે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પરંતુ હીરા ઉઘોગમાં કામ કરતા રત્નકલાકારોને લોકડાઉનનો પગાર પણ ચુકવવામાં ન આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે જેને લઈને હીરા ઉઘોગમાં હવે 20 ટકા જેટલા કારીગરોની ઘટ હોવાનું પણ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. લોકડાઉનમાં પગાર નહીં મળવાના કારણે ઘણા કારીગરો વતન રવાના થઇ ગયા હતા. જેઓ પરત આવ્યા નથી, પરંતુ હાલ જયારે કોરોનાના કેસી ઘટતા માર્કેટમાં ફરી એકવાર તેજી જોવા મળી રહી છે.

ત્યારે મોટાભાગના યુનિટો ધમધમવા લાગ્યા છે. કારખાના અને મોટા યુનિટોની સ્થિતિ સુધરવા છતાં પણ કારીગરોના પગારમાં કે તેમની મજૂરીના ભાવમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. જેથી કારીગરોએ પહેલા ડાયમંડ એસોસિયેશન અને હવે સુરત જિલ્લા કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપીને તેમને ન્યાય અપાવવા રજુઆત કરી છે. કારણ કે કોરોનાના કારણે પહેલાથી કારીગરોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ ગઈ છે. પરંતુ હવે જયારે હીરાબજારની સ્થિતિ સુધરી રહી હોય તો તેનો લાભ રત્નકલાકારોને પણ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">