Surat : મહાનગરપાલિકા હવે યુવાઓ પર ફોકસ કરશે, સંપૂર્ણ રસીકરણ થયેલ કોલેજ કેમ્પસને 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની દ્વારા યુવાઓ વેક્સીનેશન માટે પ્રોત્સાહિત થાય તે માટે કોલેજ કેમ્પસને 100 ટકા વેક્સીનેટેડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

Surat : મહાનગરપાલિકા હવે યુવાઓ પર ફોકસ કરશે, સંપૂર્ણ રસીકરણ થયેલ કોલેજ કેમ્પસને 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત
Surat Municipal Commissioner Banchanidhi Pani (File Image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 18, 2021 | 3:33 PM

કોરોના(Corona)  વાયરસના ત્રીજા તબક્કાની સંભવિત મહામારી વચ્ચે શનિવારે સુરત(Surat) મ્યુનિસિપલ કમિશનર દ્વારા વેક્સીનેશન(Vaccination)  પર ભાર મુકવાની સાથે વધુ એક પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર બંછાનીધી પાની દ્વારા જણાવાયું છે કે, શહેરની જે કોલેજ(College) 100 ટકા વેક્સીનેશનનો ટાર્ગેટ હાંસલ કરશે તેને એક લાખ રૂપિયાનું પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે.

સુરત શહેરમાં હાલ પહેલા ડોઝના વેક્સીનેશનમાં 113 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. જ્યારે બીજા તબક્કાની વેક્સીનેશનમાં હજી રગશીયા ગાડા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હજી પણ સુરત શહેરમાં બીજા ડોઝની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં 4.50 લાખ જેટલા નાગરિકો વેક્સીન લેવામાં આળસ કરી રહ્યા છે. આ સ્થિતિમાં  શનિવારે  મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની દ્વારા યુવાઓ વેક્સીનેશન માટે પ્રોત્સાહિત થાય તે માટે કોલેજ કેમ્પસને 100 ટકા વેક્સીનેટેડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ ટાર્ગેટ પૂર્ણ કરનાર કોલેજને એક લાખ રૂપિયાના ઈનામની જાહેરાત પણ કરવામાં આવી છે.

આ સિવાય સેકન્ડ હાઈએસ્ટ વેક્સીનેટેડ કોલેજ કેમ્પસને 75 હજાર અને ત્રીજા નંબરે આવનાર કોલેજ કેમ્પસને 50 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે. આ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, જે રીતે દુનિયાભરમાં કોરોના વાયરસના એમિક્રોન વેરિયેન્ટના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેને પગલે વેક્સીન જ હાલ એકમાત્ર ઉપાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ સ્થિતિમાં આગામી દિવસોમાં સુરત શહેરમાં બીજા તબક્કાના વેક્સીનેશનમાં પણ 100 ટકાની સિદ્ધિ હાંસલ કરવા માટે હરસંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલ યુવાઓને વેક્સીન માટે પ્રોત્સાહિત કરવા માટે કોલેજ કેમ્પસને ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ઓમિક્રોનને અટકાવવા મનપા સજ્જ

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયેન્ટને વકરતો અટકાવવા માટે મહાનગર પાલિકા દ્વારા હરસંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કમિશનર પાનીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, હાલ શહેરના એન્ટ્રી પોઈન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બહારગામથી આવનારા તમામ નાગરિકોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. આ સિવાય જે નાગરિકો પોઝીટીવ આવે છે તેઓના ઘરની આસપાસના વિસ્તારને પણ ક્વોરોન્ટાઈન વિસ્તાર જાહેર કરવામાં આવી રહ્યા છે.

નિઃશુલ્ક તેલ બાદ હવે યુવાઓ પર ફોકસ

હાલમાં જ સુરત મહાનગર પાલિકા દ્વારા યુવા અનસ્ટોપેબલ સંસ્થાના સહયોગથી વેક્સીનનો બીજો ડોઝ લેનારા નાગરિકોને એક લીટર નિઃશુલ્ક ખાદ્યતેલના વિતરણની યોજના શરૂ કરવામાં આવી હતી. અંદાજે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે 3.5 લાખ જેટલા તેલના પાઉચો વેક્સીનનો બીજો ડોઝ લેનારાઓને આપવામાં આવ્યા હતા. ત્યારે હવે યુવાઓને વેક્સીનનો બીજો ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરવા સાથે કોલેજ કેમ્પસને ફુલ્લી વેક્સીનેટેડ બને તે માટે વધુ ઈનામી યોજના શરૂ કરવામાં આવી છે.

ડીપીએસમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફનો રેપિડ ટેસ્ટ

શહેર સહિત સમગ્ર રાજ્યમાં શાળામાં અભ્યાસ કરી રહેલા ભુલકાઓમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા કિસ્સાઓ વચ્ચે આજે પણ મહાનગર પાલિકા દ્વારા અલગ – અલગ શાળાઓમાં મોટા પાયે ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગઈકાલે શહેરના વેસુ ખાતે આવેલ દિલ્હી પબ્લિક સ્કુલમાં ધોરણ એકમાં અભ્યાસ કરતાં બે ભાઈ – બહેનના કોરોના વાયરસનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ મનપાની ટીમ દ્વારા આ શાળામાં પણ અન્ય વિદ્યાર્થીઓ સહિત સ્ટાફનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદની વસ્ત્રાપુર પોલીસે CBIના અધિકારીની ખોટી ઓળખ આપી કોલ ડિટેલ મેળવતા બે શખ્સની ધરપકડ કરી

આ પણ વાંચો: ગૌણ સેવા પસંદગી મંડળ હેડ ક્લાર્ક પેપર લીક કેસ, જિલ્લા પોલીસવડાએ આ કર્યા નવા ખુલાસા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">