Surat : પાટીદાર પ્રભાવિત બેઠક પર ઉમેદવાર નક્કી કરવો ભાજપ માટે ટર્નીંગ પોઈન્ટ સાબિત થશે, ત્રિ-પાંખિયો જંગ બની શકે છે

કેજરીવાલે પાસના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને 'આપ'નો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા

Surat : પાટીદાર પ્રભાવિત બેઠક પર ઉમેદવાર નક્કી કરવો ભાજપ માટે ટર્નીંગ પોઈન્ટ સાબિત થશે, ત્રિ-પાંખિયો જંગ બની શકે છે
Alpesh and Dharmik can contest on which seats? The debate became intense
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 9:14 AM

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી(Election ) માટે વિવિધ બેઠકો ઉપર સેન્સ (Sence ) લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સુરત જિલ્લાની(District ) બારડોલી, કામરેજ અને મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ બેઠક પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયા માં રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ, પ્રદેશ સહ પ્રવક્તા ભરત ડાંગર અને સાંસદ ગીતા રાઠવા હાજર રહ્યા છે. અને ત્રણ નિરીક્ષકોની પેનલ દ્વારા ઈચ્છુક દાવેદારો અને કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા. બારડોલી બેઠક પર પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર સહિત 27 દાવેદારો, મહુવામાં મોહન ઢોડિયા સહિત 26, કામરેજમાં વી.ડી.ઝાલાવાડિયા, પ્રફુલ પાનસેરિયા સહિત 35, માંડવી બેઠક પર 15, ઓલપાડ બેઠક પર મંત્રી મુકેશ પટેલ સહિત 15 લોકોએ દાવેદારી નોંધાવી હતી.

જ્યારે માંગરોળ બેઠક પર આદિવાસી નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવા એ જ દાવેદારી કરી હતી. આમ સુરત જિલ્લાની 6 બેઠક માટે કુલ 118 ઈચ્છુક દાવેદારોએ ટીકીટ માંગી હતી. કાર્યકરો અને સંગઠનની સેન્સ બાદ ત્રણેય નિરીક્ષકો પ્રદેશને વિસ્તૃત અહેવાલ રજૂ કરશે. જોકે, અંતિમ નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ માં નક્કી થશે.

“કામરેજ થી પ્રવીણ ભાલાળાની પ્રબળ દાવેદારી”

સુરત જિલ્લામાં આ વખતે કામરેજ બેઠક પર સૌથી વધુ ઘમસાણ સર્જાયું છે. કેમ કે, અહીં સીટિંગ અને પૂર્વ ધારાસભ્ય સહિત કુલ 35 લોકોએ દાવેદારી નોંધાવી છે. પાટીદાર પ્રભાવિત આ બેઠક પર આ વખતે જો ભાજપ ઉમેદવાર મુકવામાં થાપ ખાશે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને જોરદાર ટક્કર આપી શકે એમ છે. બીજી તરફ પ્રવીણ ભાલાળાએ પ્રબળ દાવેદારી નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, મેં ક્યારેય જાતિવાદ કે જિલ્લાવાદ કર્યો નથી પણ સુરતમાં સૌરાષ્ટ્રવાસી 5 પાટીદાર ધારાસભ્યો છે. એમાંથી ચાર અમરેલી અને ભાવનગર માંથી સમાવિષ્ટ કરવો જોઈએ. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબી આ નવ જિલ્લાના નેતૃત્વ માટે કોઈ પણ એક ને ટિકિટ આપવાની તેમણે માંગ ઉચ્ચારી છે. પ્રવીણ ભાલાળા ઉપરાંત હરેશ ઠુંમર, ભરત જોધાણી, સીમન વોરા અને કરસન ગોંડલીયા ના નામો પણ ચર્ચાય રહ્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

અલ્પેશ કથીરિયા વરાછા અને ધાર્મિક ‘ઓલપાડ’ થી લડી શકે”

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બંનેએ ભાવનગરના ગારિયાધારમાં સભા સંબોધી હતી. એ પહેલાં કેજરીવાલે પાસના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ‘આપ’નો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. પાટીદાર અનામત આંદોલન સમિતિ કોની સાથે જશે તેને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી. પરંતુ રવિવારે પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહિતના હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. બંને નેતાના જોડાતાની સાથે પાસનો આપમાં દબદબો બન્યો છે. આ પહેલા પાસના જ ગોપાલ ઈટાલિયા આપમાં જોડાયા હતા. જેઓ હાલ આપ ના પ્રદેશ પ્રમુખ તરીકે બિરાજમાન છે.

અલ્પેશ કથીરિયા સુરત શહેરના વરાછા વિસ્તારનો સૌથી સ્વીકૃતિ ચહેરા પૈકીનો એક છે. કથીરિયાને પાટીદાર ચહેરા તરીકે ઓળખવામાં આવે છે. પાટીદાર વિસ્તારોમાં પાસ અનામત આંદોલન સમિતિ બાદ અલ્પેશ કથીરિયાની રાજકીય સફર શરૂ થઈ છે. પાટીદારોનું સુરતમાં ખૂબ મોટું પ્રભુત્વ છે. વિશેષ કરીને વરાછા, કામરેજ, ઓલપાડ ,કરંજ, કતારગામ સહિતની બેઠકો ઉપર પાટીદાર મતદારો જે પાર્ટીને ઈચ્છે તેને વિજય બનાવી શકે છે. સુત્રોનું જો માનીએ તો, અલ્પેશ કથીરિયા સુરતની વરાછા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે ધાર્મિક માલવિયા ઓલપાડ બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતરે તેવી શક્યતાને નકારી શકાય એમ નથી.

Input Credit Suresh Patel (Olpad )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">