વાળ, ત્વચા અને તંદુરસ્તી માટે એક જ રામબાણ ઔષધિ એટલે એલોવેરા

એલોવેરા ભલે એક નાનો છોડ હોય પણ તેના ફાયદા જગજાહેર છે. અને તેના આ જ ફાયદાને કારણે તે ઘર ઘરમાં જોવા મળે છે. એલોવેરાના ઘણા ફાયદા છે, પછી તે સ્વાસ્થ્ય માટે હોય, વાળ માટે હોય કે ત્વચા માટે હોય. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત […]

વાળ, ત્વચા અને તંદુરસ્તી માટે એક જ રામબાણ ઔષધિ એટલે એલોવેરા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 06, 2020 | 8:44 AM

એલોવેરા ભલે એક નાનો છોડ હોય પણ તેના ફાયદા જગજાહેર છે. અને તેના આ જ ફાયદાને કારણે તે ઘર ઘરમાં જોવા મળે છે. એલોવેરાના ઘણા ફાયદા છે, પછી તે સ્વાસ્થ્ય માટે હોય, વાળ માટે હોય કે ત્વચા માટે હોય.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એલોવેરામાં એન્ટિસેપ્ટિક, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઇનફ્લેમેન્ટરી ગુણ છે. સાથે જ તેમાં વિટામિન એ અને ફોલિક એસિડ પણ જોવા મળે છે. તેને એક હેલ્થ ટોનિકની જેમ પણ લઈ શકાય છે.

એલોવેરાના ફાયદા : 1). વજન ઓછું કરવા અને ડાયાબિટીસના શરૂઆતના લક્ષણ જોવા મળતા એલોવેરાના જ્યુસનું સેવન કરી શકાય છે. 2). કબજિયાતની સમસ્યા માટે પણ એલોવેરાનો રસ ફાયદાકારક છે, તે પેટ સાફ કરવામાં મદદ કરે છે.

3). એલોવેરાના સેવનથી ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર લેવલ સંતુલિત કરવામાં મદદ મળે છે. 4). કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ એલોવેરા મદદરૂપ થાય છે. મગજના સ્વાસ્થ્ય માટે પણ તે ઉપયોગી છે. 5). હૃદયરોગના જોખમને ઓછું કરે છે. સોજો અને મોંઢાના સ્વાસ્થ્ય માટે પણ એલોવેરાનું સેવન કરી શકાય છે.

કેવી રીતે બનાવશો જ્યુસ ? એલોવેરાની પટ્ટીને ધોઈને તેને ચપ્પુથી કાપો. તેમાં પીળા રંગનો ભાગ હટાવી કાઢો. ફરી એકવાર એલોવેરાને ધોઈ લો. ચમચી વડે એલોવેરા જેલને એક વાટકીમાં કાઢો. બ્લેન્ડરમાં એલોવેરા અને બે ચમચી પાણી નાંખી બ્લેન્ડ કરો. પીવા માટે તમે તેમાં લીંબુ, મધ અથવા આદુ મિક્ષ કરી શકો છો.

બાળકોને તેનું સેવન ન કરાવો, બ્લડસુગર ઓછું કરવા માટે તમે કોઈ દવા લેતા હોવ તો એલોવેરાનું સાઈડ ઇફેક્ટ થઈ શકે છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ ડોક્ટરની સલાહ બાદ જ એલોવેરાનું સેવન કરવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">