સુરતમાં 11 ફેબ્રુઆરીથી કોર્ટનું રેગ્યુલર કામકાજ શરૂ કરવા વકિલ મંડળની માગ

કોરોના કાળને લઈને વિવિધ ગાઈડલાઈનને અનુસરીને સુરતમાં કોર્ટ ( court ) કામકાજ પહેલાની જેમ રેગ્યુલર નથી. સુરત વકિલ મંડળની ( Surat Bar Association ) માગ છે કે, આગામી 11 ફેબ્રુઆરી સુધીમાં સુરતની કોર્ટનું કામકાજ રેગ્યુલર થવુ જોઈએ.

| Updated on: Feb 03, 2021 | 3:31 PM

કોરોનાકાળમાં બંધ કરાયેલ કોર્ટને ( court ) શરુ કરવા માટે સુરત વકિલ મંડળે ( Surat Bar Association ) માંગ કરી છે. સુરતના વકિલ મંડળનું કહેવુ છે કે, આગામી 11 ફેબ્રુઆરી સુધીમાં સુરત સ્થિત કોર્ટ રેગ્યુલર શરૂ કરવી જોઈએ. જો રેગ્યુલર કોર્ટ શરૂ કરવામાં નહી આવે તો વકિલો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.  સુરતના વકિલોનું કહેવુ છે કે, સિનેમા ગૃહ,  શાળાઓ ખુલી ગયા છે. ચૂંટણીની જાહેરાત થઈ છે. તો પછી કોર્ટ કેમ બંધ રાખવામાં આવી છે. કોર્ટના કામકાજ વિના કેટલાક વકિલોની આજીવિકા ઉપર પણ અસર વર્તાઈ હોવાનું વકિલ મંડળનું કહેવુ છે. સુરતમાં તમામ કોર્ટ રોજબરોજની માફક જ ચાલુ કરવા માટે ગુજરાત હાઈકોર્ટને આવેદનપત્ર આપવાનુ પણ નક્કી કરાયુ હોવાનું સુરત વકિલ મંડળનું કહેવુ છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">