સુરતમાં માતાની સાથે 3.5 વર્ષની બાળકીને જેલમાં મોકલાઈ, જાણો શું છે આ આખો કેસ

આખા આ કેસમાં શનિવારના રોજ માતાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યાં તેની જામીન અરજી વકીલ દ્વારા મુકવામાં આવી હતી પણ સુરત કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.

સુરતમાં માતાની સાથે 3.5 વર્ષની બાળકીને જેલમાં મોકલાઈ, જાણો શું છે આ આખો કેસ
Lajpor jail, Surat
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 26, 2022 | 1:29 PM

સુરત (Surat) કોર્ટના આદેશને પગલે એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ જે સાંભળીને તમને પણ ચોંકી જશો અને થોડી દયાની ભાવના ઉભી થશે. એક કેશમાં માતા (mother) ની સાથે સાડા ત્રણ વર્ષની બાળકી (Child) ને પણ જેલમાં રાખવા આદેશ કરવામાં આવ્યો છે. ઘટનામાં પતિની આત્મહત્યા કેસમાં દુષ્પ્રેરણા બદલ માતા અને સાસુ સામે ગુનો નોંધાયો હતો અને જેમાં કોર્ટ (court) દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવતા આવી પરિસ્થિતિ સર્જાઈ છે.

સુરતમાં પતિના આપઘાત કેસમાં દુષ્પ્રેરણા બદલ નોંધોયો હતો સુરતના રાંદેર વિસ્તારમાં જેમાં પત્નીના આડાસબંધોને કારણે પતિએ આત્મહત્યા કરી હતી. તેમાં બાળકીને રાખનાર પરિવારમાં અન્ય કોઈ ન હોવાથી માતા પાસે રાખવા કોર્ટે આદેશ કર્યો છે. આખા આ કેસમાં શનિવારના રોજ માતાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યાં તેની જામીન અરજી વકીલ દ્વારા મુકવામાં આવી હતી પણ સુરત કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. અને આ કેસમાં મૂળ ફરિયાદી તરફે એડવોકેટ અશ્વિન જોગડિયાએ કાનૂની દલીલો કરી હતી.આ દલીલો લાંબી ચાલી હતી

જો આ કેશ ની વિગત પર નજર કરીએ તો સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં પતિએ પત્નીના અનૈતિક સંબંધના જાણ થયા બાદ હતાશામાં આપઘાત કરી લીધો હતો. પતિએ પત્નીનો અન્ય પુરુષ સાથેનો વીડિયો જોઇ લીધો હતો.જેને લઈ આખો મામલો બહાર આવ્યો હતો અને પતિ એ આપઘાત કર્યો હતો આ કેસમાં પોલીસે મરનારની પત્ની અને સાસુ સામે ગુનો નોંધ્યો હતો.તે દરમિયાન આરોપીઓની ધરપકડ બાદ બંનેએ જામીન માટે અરજી કરી હતી. જે અરજી નામંજૂર કરાતા બાળકી કોની સાથે રહે એ અંગેનો સવાલ ઉઠતા બાળકીને માતાની સાથે જ રહેવાનો આદેશ કરાયો હતો.બાળક ને બહાર રાખવા માટે પણ દલીલો કરવામાં આવી હતી પણ બાળક નાનું હોવાથી બાળક ને માતા સાથે રાખવા માત્ર આદેશ કર્યો હતો.આ વાત સાંભળતા તમને થોડો સમય માટે દયા ની ભાવના ઉભી થાય કે આવડું નાનું બાળક જેલમાં રહેશે ને લઈ એક કહેવત છે કે બાળકનું બાળપણ ફ્રીજ તેનું ઘર પણ થતું હોય છે જે પરિસ્થિતિ માટે બાળક તે પરિસ્થિતિની અંદર તે સંસ્કાર મેળવતો હશે તો આ માસૂમ બાળકને તો જેલમાં માતા સાથે રહેવાનું છે હવે માથાને જમીન ક્યારે મળે તેની ઉપર સૌની નજર મળી રહી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અમદાવાદમાં પણ નવજાત બાળકીને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે

એક નવજાત જન્મેલી બાળકીને કાયદાની આંટીઘુંટીના કારણે જેલવાસ ભોગવવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઇ છે. બીજી તરફ આ બાળકીના જૈવિક પિતા તેની કસ્ટડી લેવા ખૂબ તત્પર છે. જો કે કાયદાના કારણે બાળકીની કસ્ટડી તેના જૈવિક પિતાને હજુ સુધી મળી શકી નથી. ત્યારે બાળકીના પિતાએ હેબીયસ કૉર્પસ અરજી દાખલ કરી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરોગસીના માધ્યમથી જન્મેલા બાળકની કસ્ટડી મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલ અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં કોર્ટે નવજાત બાળકના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે ‘કહ્યું કે નવા જન્મેલા બાળકને માતાના સ્તનપાનની આવશ્યકતા હોય છે, જેથી જો બાળકને તેને જન્મ આપનાર માતાથી અલગ કરી દેવામાં આવે તો બાળક નું શું થશે ? આ મામલે કોર્ટ સરોગસીને લગતા કાયદાની જોગવાઈઓના વિગતે અભ્યાસ કર્યા બાદ સોમવારે સુનાવણી હાથ ધરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">