સુરત : મોટા વરાછા વિસ્તારમાં કેમ સ્થાનિક લોકોએ આવું કરવું પડયું ? શું છે સમસ્યા ?

સુરત : મોટા વરાછા વિસ્તારમાં કેમ સ્થાનિક લોકોએ આવું કરવું પડયું ? શું છે સમસ્યા ?
Surat: Why did the locals have to do this in Mota Varachha? What is the problem?

સોસાયટીવાસીઓના જણાવ્યા પ્રમાણે મોટા વરાછા વિસ્તારનો સુરત મહાનગર પાલિકામાં સમાવેશ થઈ ગયો હોવા છતાં પણ અહીંના રહીશોનો કોઈપણ પ્રકારની સુવિધા અહીં મળતી નથી.આ વિસ્તારમા લગભગ 30 લાખ જેટલા સૌરાષ્ટ્રવાસીઓ વસવાટ કરી રહયા છે.

Baldev Suthar

| Edited By: Utpal Patel

Oct 21, 2021 | 2:58 PM

સુરત શહેરના મોટાવરાછા વિસ્તારમાં એક સોસાયટીમાં શરદ પૂનમાં રાસઉત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સોસાયટીવાસીઓનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો.લગભગ 30 લાખની વિસ્તારના ધરાવતા વિસ્તારમાં કોઈ સરકારી સુવિધા ન મળતા અહીંના લોકોએ કોલેજ, યુનિર્વસીટી, સરકારી ઓફિસ સહિતની માંગ સાથેના પોસ્ટરો લઈ વિરોધ નોંધાવ્યો હતો.

સુરતમાં નવરાત્રિ પછીની રાત્રિ એટલે શરદપૂનમ. શરદપૂનમની રાત્રે પણ શેરીઓમાં ગરબાના આયોજન થયાં હતાં. મંદિરના પરિસર અને શેરીઓમાં ખેલૈયાઓએ ચાંદનીના અજવાળામાં મનભરીને ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારે સુરત શહેરના મોટાવરાછા સ્થિત મુરલીધર હાઈટસના રહેવાસીઓ અનોખા વિરોધ સાથે શરદ પૂનમના ગરબાનું આયોજન કર્યુ હતું,

સોસાયટીવાસીઓના જણાવ્યા પ્રમાણે મોટા વરાછા વિસ્તારનો સુરત મહાનગર પાલિકામાં સમાવેશ થઈ ગયો હોવા છતાં પણ અહીંના રહીશોનો કોઈપણ પ્રકારની સુવિધા અહીં મળતી નથી.આ વિસ્તારમા લગભગ 30 લાખ જેટલા સૌરાષ્ટ્રવાસીઓ વસવાટ કરી રહયા છે.તો આ વિસ્તારમાં એકપણ કોલેજ, ગર્વેમેન્ટ ઓફિસ, આરટી ઓફિસ ન હોવાથી અહીંના રહેવાસીઓને 15 થી 20 કિલોમીટર દુર જવું પડી રહ્યું છે. જેથી અહીંના રહીશોની માંગ છે કે આ વિસ્તારમાં એક ગર્વમેન્ટ ઓફિસ, કોલેજ, યુનિ બનાવવામાં આવે તો અહીના રહીશોને દુર દુર સુધી જવું ન પડે તેમજ કાઢીયાવાડી વિસ્તારમાં કયારો કોલેજ સહીતની સુવિધા મળશેના બેનરો સાથે શરદ પૂનમના ગરબે રમ્યા હતા.

સુરત શહેરમાં નવી સ્કીમ માં જે રીતે પાલિકા દ્વારા શાહવર્ણ કેટલાક વિસ્તારો વધારવા આવ્યા છે. જેની અંદર કેટલાક નાના મોટા ગામોનો પણ સમાવેશ કરવામાં આવ્યું છે. જ્યાં પણ અનેક સમસ્યા પાલિકા સામે આવી રહી છે. એક બાજુ વરાછાના ધારાસભ્ય અનેં પૂર્વ મંત્રી કુમારભાઈ કાનાણી છેલ્લા કેટલાક દિવસથી પાલિકા સામે પોતાના વિસ્તારમાં સુવિધાઓ માટે બાયો ચઠાવી છે કે પોતાના વિસ્તારમાં પૂરતી સગવડો મળતી નથી અને બીજા વિસ્તારોમાં પાલિકા કરોડોનો ખર્ચો કરી રહી છે. જેમ કે વરાછા વિસ્તારમાં આવેલ ચોપાટીના સમારકામ માટે ભલામણ કરવામાં આવી અને કે ભેસ્તાન ખાતે આવેલ જે ગાર્ડન પાછળ કરોડો ખર્ચો કરો છો તેવા સવાલો ઉભા ક્યાં હતા. આમતો આવનારી વિધાનસભામાં સુરત શહેરમાં સૌ લોકોની નજર વરાછા અને કામરેજ ખાતેની સીટ પર મંડાઈ રહી છે. કારણ કે ત્યાં નવા ચહેરા મુકવાની અટકળો ચલી રહી છે. જેથી જુના લોકો પોતાના વિસ્તારમાં કામોને લઈને લોકો સામે જઇ રહ્યા છે.

આ પણ વાંચો : ટોકયો પેરાલિમ્પિકમાં મેડલ વિજેતા ભાવિના પટેલને 3 કરોડનો ચેક અર્પણ કરાયો, રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીના ઘરે જઇ પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો : Video : રાજકોટની દિકરીઓએ જીત્યુ લોકોનુ દિલ, આંખે પાટા બાંધીને આ છોકરીઓએ કરી અદ્દભૂત તલવારબાજી !

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati