SURAT : આ ખાડા કયારે પુરાશે ? બિસ્માર રસ્તાઓથી શહેરીજનો પરેશાન

લોકોને સારા રસ્તા મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા રસ્તાઓના સમારકામ પાછળ 5 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.એટલું જ નહીં 100 કરોડથી વધુના ખર્ચે નવા રસ્તાઓ બનાવવા ટેન્ડરો પણ ઇશ્યૂ કરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 12:58 PM

દર વર્ષે સુરતમાં કરોડો રૂપયાના ખર્ચે રસ્તાનું સમારકામ થાય છે. છતાં પણ બિસમાર રસ્તાની મુશ્કેલી મોટાભાગના સુરતીઓને વેઠવી પડી રહી છે. શહેરમાં ઠેર ઠેર કોર્પોરેશન દ્વારા ખોદકામને કારણે લોકો તોબા પોકારી ઉઠ્યાં છે.શહેરના 10 વિસ્તારમાં 28 રોડ ખોદી નાખવામાં આવ્યાં છે.

ચોક બજાર મેન રોડ, નાનપુરા વિસ્તાર, મજુરા ગેટ મેન રોડ પર ખાડા ખોદી નાખવામાં આવ્યાં છે.બંને તરફ 300 મીટર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.વાહનચાલકોને 2થી 4 કિલીમીટર ફરીને જવુ પડે છે.રસ્તા વચ્ચે ખોદકામને કારણે દુકાનદારોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનની ઢીલી નીતિને કારણે લોકોને હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે.

લોકોને સારા રસ્તા મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા રસ્તાઓના સમારકામ પાછળ 5 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.એટલું જ નહીં 100 કરોડથી વધુના ખર્ચે નવા રસ્તાઓ બનાવવા ટેન્ડરો પણ ઇશ્યૂ કરાયા છે.છતાં સ્થિતિ ઠેરની ઠરે છે. સુરતને સ્માર્ટ સીટી તરીકે ગણાવી ગુજરાત સરકાર વાહવાહી મેળવે છે. પણ સુરતના આ રસ્તા વાસ્તવિકતાની ચાડી ખાય છે. ત્યારે વહેલાસર રસ્તાનું સમારકામ થઇ, સુરતવાસીઓની સમસ્યાઓનો અંત આવે તે જરુરી છે.

નોંધનીય છેકે સુરત શહેરમાં હાલ વિકાસના કામો પુરજોશમાં ચાલી રહ્યાં છે. ત્યારે પ્રજા શહેરમાં ખોદાયેલા ખાડા પરેશાનીનું કારણ બની રહ્યું છે. ત્યારે આ ખાડાઓની સમસ્યાનો કયારે ઉકેલ આવે છે તેની શહેરીજનો રાહ જોઇ રહ્યાં છે.

Follow Us:
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">