સુરત: વિકાસના નામે 25 વર્ષ જુના 91 વૃક્ષોનું નિકંદન કરતાં પર્યાવરણપ્રેમીઓમાં રોષ

એક તરફ પર્યાવરણને બચાવવા સરકાર અભિયાન ચલાવી રહી છે. વધુ વૃક્ષ વાવોના સંદેશાઓ લોકોને આપવામાં આવી રહ્યા છે. ત્યાં વિકાસના ભોગે પર્યાવરણનું નિકંદન પણ કરવામાં આવી રહ્યું છે. સુરતના કામરેજ રોડના ચોકડી વિસ્તારથી રસ્તો પહોળો કરવા માટે પીડબ્લ્યુડી વિભાગે 91 વૃક્ષોને કાપવાની દરખાસ્ત રજૂ કરી હતી. જેને સામાજિક વનીકરણ વિભાગે માત્ર નવા છોડ વાવવાની શરતે […]

સુરત: વિકાસના નામે 25 વર્ષ જુના 91 વૃક્ષોનું નિકંદન કરતાં પર્યાવરણપ્રેમીઓમાં રોષ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 10:04 PM

એક તરફ પર્યાવરણને બચાવવા સરકાર અભિયાન ચલાવી રહી છે. વધુ વૃક્ષ વાવોના સંદેશાઓ લોકોને આપવામાં આવી રહ્યા છે. ત્યાં વિકાસના ભોગે પર્યાવરણનું નિકંદન પણ કરવામાં આવી રહ્યું છે. સુરતના કામરેજ રોડના ચોકડી વિસ્તારથી રસ્તો પહોળો કરવા માટે પીડબ્લ્યુડી વિભાગે 91 વૃક્ષોને કાપવાની દરખાસ્ત રજૂ કરી હતી. જેને સામાજિક વનીકરણ વિભાગે માત્ર નવા છોડ વાવવાની શરતે મંજૂરી આપતા 25 વર્ષ જુના વિવિધ પ્રજાતિના વૃક્ષોની વિકાસના નામે બલી ચડાવી દેવામાં આવી છે.

Surat: Vikas na name 25 varsh juna 91 vruksho nu nikandan karta paryavaran premio ma rosh

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surat: Vikas na name 25 varsh juna 91 vruksho nu nikandan karta paryavaran premio ma rosh

વનીકરણ અધિકારીના જણાવ્યા પ્રમાણે બે વખત આવેલી દરખાસ્ત રિવિઝન થતાં રોડ પહોળો કરવાની કામગીરીમાં નડતરરૂપ 91 વૃક્ષોને હટાવી લેવાની મંજૂરી અપાઈ હતી. આ વૃક્ષોમાં વડ, પીપળો, પેલટ્રોફોર્મ સહિતની વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થતો હતો. એજન્સીને નવા છોડ વાવવાની સૂચના પણ અપાઈ હતી. જો કે 25 વર્ષ જુના 91 વૃક્ષો કપાઈ જતાં સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓની લાગણી દુભાઈ છે. અમદાવાદ જેવા અન્ય શહેરોમાં વૈજ્ઞાનિક ઢબે ફરી રિપ્લેન્ટેશન થાય તો પછી આ વૃક્ષોનું પુનઃસ્થાપન કેમ ન કરવામાં આવ્યું તેવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">