74 રૂપિયાના મૂલ્યનો ડોલર 50 માં આપવાની લાલચ આપી સુરતના વેપારીને ભરૂચમાં લૂંટી લેવાયો, પોલીસે 4 લોકોની કરી ધરપકડ, જાણો શું છે આખો મામલો

74 રૂપિયાના મૂલ્યનો ડોલર 50 માં આપવાની લાલચ આપી સુરતના વેપારીને ભરૂચમાં લૂંટી લેવાયો, પોલીસે 4 લોકોની કરી ધરપકડ, જાણો શું છે આખો મામલો
પ્રતીકાત્મક તસ્વીર

વિનુએ  ડોલર વાટાવવાનો વેપાર દેખાડ્યો હતો અને સાથે આ બિઝનેસમાં રાતોરાત લાખોપતિ બનવાના તારા દેખાડ્યા હતા. ઉમેશ કલસરિયા લલચાઈ ગયા હતા અને તેમણે વિનુ પાસે પોણા બે લાખના ડોલર ખરીદવાનું નક્કી કર્યું હતું.

Ankit Modi

|

Jul 06, 2021 | 5:44 PM

હાલ ડોલરનું મૂલ્ય ૭૪ રૂપિયા આસપાસ છે પરંતુ આ ડોલર 50 રૂપિયાની સસ્તી કિંમતમાં અપાવવાની લાલચ આપી ટોળકીએ સુરતના વેપારીબે ઠગી લીધો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે આરોપીઓએ ભોગ બનનારનો સંપર્ક કરવા ઉપયોગમાં લીધેલા મોબાઈલ નંબર અને કારણ સીસીટીવી ફૂટેજના આધારે ટોળકીને ઝડપી પાડી 4 આરોપીઓને લોકઅપ ભેગા કરી દીધા છે

સુરત શહેરમાં આવેલ લંબે હનુમાન રોડ ઉપર આવેલ મોતીનગર સોસાયટી ખાતે રહેતા ઉમેશ કલ્સરીયા રેડિમેડ કપડાંનો વેપાર કરે છે. આ વેપારીનો કામકાજ સંબંધે સુરતના વિનુભાઈ નામના વ્યક્તિનો સંપર્ક થયો હતો.ઉમેશભાઈ ખુબ મહત્વકાંક્ષી અને સાહસિક સ્વભાવના હોવાનું જાણી જતા વિનુએ  ડોલર વાટાવવાનો વેપાર દેખાડ્યો હતો અને સાથે આ બિઝનેસમાં રાતોરાત લાખોપતિ બનવાના તારા દેખાડ્યા હતા. ઉમેશ કલસરિયા લલચાઈ ગયા હતા અને તેમણે વિનુ પાસે પોણા બે લાખના ડોલર ખરીદવાનું નક્કી કર્યું હતું.

પોલીસે ગુનામાં સંડોવાયેલા વિનુ ગોહિલ,વાલજી મકવાણા,હસમુખ મકવાણા અને અખ્તર રતનિયા નામના આરોપીઓની ધરપકડ કરી છે.

ઉમેશને વિનુએ ૭૪ રૂપિયાનો ડોલ૨ ૫૦ રૂપિયામાં આપવાની લાલચ આપી શરત રાખી હતી કે ડિલિવરી ભરૂચ નજીક આપવામાં આવશે. સુરતથી નીકળી વિનુ સસ્તા ભાવે ડોલર આપવાનું કહી ઉમેશને સુરતના કામરેજથી ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામી નારાયણ મંદિર નજીક લાવ્યા હતા. અહીં જયેશ પટેલ નામના ઈસમ પાસેથી ડોલર લેવાનું નક્કી થયું હતું. કારમાં એક પછી એક ૪ લોકો સવાર થયા હતા અને યુવાનને ધમકાવી ગોળ ગોળ ફેરવી તક મળતા નેશનલ હાઇવે પર બ્રિજ પર ઉતારી રૂપિયા 1.70 લાખ લઈ ફરાર થઈ ગયા હતા.

પીડિત યુવાને આ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરતા ગુનો નોધાયો હતો. પોલીસ ઇન્સ્પેકટર ડી પી ઉનડકટ સાથે ડી સ્ટાફ ટીમમાં રાજદીપસિંહ ઝાલા અને પોલીસકર્મીઓએ તપાસ શરૂ કરી હતી.  પોલીસે ઝાડેશ્વર ચોકડી નજીક વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવાયેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં કાર નજરે પડી હતી જે બાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે આખા રૂટની પોલીસને એલર્ટ કરાઈ હતી. આણંદ નજીકથી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે વિનુ ગોહિલ,વાલજી મકવાણા,હસમુખ મકવાણા અને અખ્તર રતનિયા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ લોકોને સસ્તા ભાવે ડોલર આપવાના બહાના હેઠળ કારમાં બેસાડી અપહરણ કરતાં અને બાદમાં રૂપિયા પડાવી લઈ હાઇવે પર નિર્જન સ્થળે છોડી ફરાર થઈ જતા હતા. જેઓ ગુનાહિત ભૂતકાળ પણ ધરાવે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati