Surat : રૂ.898 કરોડના ખર્ચે બનશે સુરત કોર્પોરેશનની 28 માળની મુખ્ય કચેરી

Surat : રૂ.898 કરોડના ખર્ચે બનશે સુરત કોર્પોરેશનની 28 માળની મુખ્ય કચેરી
New SMC

આ ઈમારત દક્ષિણ ગુજરાત રાજ્યની સૌથી ઊંચી ઈમારત હશે અને દેશની સૌથી ઊંચી ઈમારતોમાંની એક હશે. આ બિલ્ડીંગ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ પર બનાવવામાં આવશે.

TV9 GUJARATI

| Edited By: Parul Mahadik

Dec 01, 2021 | 9:50 AM

સુરત મહાનગરપાલિકાની (Surat Municipal Corporation ) સામાન્ય સભામાં રિંગરોડ સબજેલ વળી જગ્યા પર 28 માળના બે ટાવર ધરાવતી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી(Main Office ) બનાવવાના કામને મંજૂરી આપવામાં આવી છે. જાહેર બાંધકામ સમિતિએ મંજુર કરેલ 898 કરોડના અંદાજોને પણ ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું છે.

ભાજપના જ એક કોર્પોરેટર દ્વારા મહાનગરપાલિકાના નવા વહીવટીભવનની જરૂરિયાત તથા સૂચિત પ્લાનિંગ બાબતે વિસ્તુત વિગતો રજૂ કરવામાં આવી હતી. અને ઝડપથી આ વહીવટીભવનની કામગીરી શરૂ થઇ શકે તે દિશામાં પ્રયાસ કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું. સુરત મનપાની હાલની કચેરી છે તે મુલાકાતીઓ અને અરજદારોની વધતી સંખ્યાને જોતા ખુબ સાંકડી પડે છે. એટલું જ નહીં પાર્કિંગની સમસ્યા પણ વિકટ બનતી જઈ  રહી છે.

28 માળના બે ટાવર બનશે

ટીપી સ્કીમ નંબર 6 મજુરા-ખટોદરાના ફાઈનલ પ્લોટ નંબર 234, 235ની જગ્યાએ મહાનગરપાલિકાનું નવું હેડક્વાર્ટર બિલ્ડીંગ બનાવવામાં આવશે. આ આઈકોનિક બિલ્ડિંગમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ઓફિસો પણ કાર્યરત થશે. આ બિલ્ડીંગ 22, 100 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવશે. 28 માળના બે ટાવર બનાવવામાં આવશે.

દક્ષિણ ગુજરાતની સૌથી ઊંચી ઈમારત બનશે

આ ઈમારત દક્ષિણ ગુજરાત રાજ્યની સૌથી ઊંચી ઈમારત હશે અને દેશની સૌથી ઊંચી ઈમારતોમાંની એક હશે. આ બિલ્ડીંગ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ પર બનાવવામાં આવશે. કુલ સાઈટ એરિયા 22,563 ચોરસ મીટર હશે. સુરત મહાનગર પાલિકાની કચેરીઓ ટાવર-એમાં રહેશે. આ બિલ્ડિંગની ઊંચાઈ 109.15 મીટર હશે. જ્યારે ટાવર-બીમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કચેરીઓ હશે. મ્યુનિસિપલ કચેરીઓમાં હાઈડ્રોલિક, હેડ વોટર વર્કસ, ડ્રેનેજ, બીઆરટીએસ, ટ્રાફિક સેલ, સ્લમ અપગ્રેડેશન સેલ, એફોર્ડેબલ હાઉસિંગ સેલ, સોલિડ વેસ્ટ, ગાર્ડન પ્રોજેક્ટ સેલ વગેરેનો સમાવેશ થશે.

મનપાની નવી કચેરીમાં યોગા અને મેડિટેશન સેન્ટર પણ બનશે ખટોદરા ખાતે જૂની સબ જેલની ખાલી પડેલી જગ્યામાં સુરત મહાનગરપાલિકાના નવા હેડક્વાર્ટર બિલ્ડીંગમાં વધારાનો મીટીંગ હોલ બનાવવામાં આવશે. કેન્ટીન, બેન્ક્વેટ હોલ, યોગા-ધ્યાન કેન્દ્ર, સીસીટીવી સર્વેલન્સ રૂમ, એવોર્ડ ડિસ્પ્લે ગેલેરી અને લાયબ્રેરી પણ સ્ટાફની સંખ્યા અનુસાર બનાવવામાં આવશે. કુલ રૂપિયા 898 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાની નવી કચેરી બનાવવામાં આવશે.નવા બિલ્ડીંગના નિર્માણ બાદ મુગલસરાય સ્થિત તાજેતરના બિલ્ડીંગમાં સુમન સંચાલિત શાળાનો સ્ટાફ અને ટીચીંગ ઓફિસરનો સ્ટાફ, વિવિધ સ્થળોએ કાર્યરત આરોગ્ય વિભાગના ઘટકોનો સ્ટાફ અને આવા વિભાગો જે સીધા મુખ્ય મેનેજમેન્ટ બિલ્ડીંગ સાથે જોડાયેલ છે. આવા વિભાગો મુગલીસરા સ્થિત મુખ્ય કોર્ટમાં કાર્યરત રાખવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat: ઓમિક્રોનનું ટેન્શન, સરકાર શું લેશે એક્શન? 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુ હટશે કે મુદત વધશે?

આ પણ વાંચો : Surat: 5 દિવસમાં આટલા કોરોનાના મૃતકોના પરિવારને આપવામાં આવી સહાય, કામગીરીમાં સુરત મોખરે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati