Surat : દિવ્યાંગો હવે સુરતની બસોમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે

સુરત મહાનગર પાલિકાની બસ સેવામાં હાલ વિદ્યાર્થીઓને 40%, સિનિયર સિટીઝનને 25%, અંધજનોને 100%, દિવ્યાંગોને 40%, સ્વાતંત્ર સેનાનીઓને 100 ટકા અને મહિલાઓને 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Surat : દિવ્યાંગો હવે સુરતની બસોમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે
Surat - BRTS Bus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 3:53 PM

સુરત મહાનગર પાલિકાની બીઆરટીએસ બસમાં (BRTS Bus) 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ વિનામૂલ્યે (Free) મુસાફરી કરી શકશે. લાભાર્થીઓએ એમની સાથે તેમને ડિસેબિલિટીનું પ્રમાણપત્ર મહાનગર પાલિકા સમક્ષ રજુ કરવાનું રહેશે. અત્યાર સુધી દિવ્યાંગોને 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું, જોકે હવે સો ટકા માફી આપવાનો નિર્ણય સુરત મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. 

શહેરીજનોને સામૂહિક પરિવહન સેવા પૂરી પાડવાના હેતુ થી સુરત મહાનગર પાલિકા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી છે. હાલમાં બીઆરટીએસના 13 રૂટ તેમજ સિટી બસના કુલ 43 ઉપર આશરે યોજના 2,25000 લોકો મુસાફરી કરી રહ્યા છે. સુરત મહાનગર પાલિકાની બસ સેવામાં હાલ વિદ્યાર્થીઓને 40%, સિનિયર સિટીઝનને 25%, અંધજનોને 100%, દિવ્યાંગોને 40%, સ્વાતંત્ર સેનાનીઓને 100 ટકા અને મહિલાઓને 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

શહેરીજનોને વધુમાં વધુ લાભ થાય તે માટે મહાનગર પાલિકા દ્વારા મની કાર્ડ પણ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અંતર્ગત વિવિધ 21 કેટેગરીના વિદ્યાર્થીઓને દિવ્યાંગ મુસાફરો કે જે 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા મુસાફરોને 100 ટકા રાહત આપવામાં આવશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત સિટીલિંક લિમિટેડ બોર્ડની મીટિંગમાં બસ સેવામાં દિવ્યાંગ મુસાફરો કે જે 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને મુસાફરીમાં સો ટકા રાહત આપવાનું નક્કી કરવામાં આવી છે અને તાકીદના ધોરણે લાભાર્થીઓને આ રાહત પ્રાપ્ત થાય તે માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

આ રાહત મેળવવા માટે નિયત કરવામાં આવેલ દિવ્યાંગતાના કાર્ડ , જરૂરી આધાર પુરાવા ઓ તથા સિવિલ હોસ્પિટલના અધિકૃત કરવામાં આવેલા અધિકારીનું 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવાનું સર્ટિફિકેટ અથવા તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ઓળખ કાર્ડ રજુ કરવાનું રહેશે.

આ પણ વાંચો : Surat : સુરતી ઘારીનો સ્વાદ આ વર્ષે લાગી શકે છે બેસ્વાદ, ભાવમાં 25 ટકા સુધીનો વધારો

આ પણ વાંચો : સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">