Surat : ગીચ અને સાંકડી વસ્તીમાં આગ બુઝાવવા હવે રોબટ ખરીદવા મહાનગરપાલિકાની વિચારણા

સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા ફાયર ફાઈટિંગ માટે દોઢ કરોડના ખર્ચે ફાયર રોબટ ખરીદવાની તૈયારી માટે સ્થાયી સમિતિમાં નિર્ણય લેવા આવશે.

Surat : ગીચ અને સાંકડી વસ્તીમાં આગ બુઝાવવા હવે રોબટ ખરીદવા મહાનગરપાલિકાની વિચારણા
Surat: The corporation is now considering buying a robot to put out fires in dense and narrow populations
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 12:43 PM

Surat સુરત શહેરમાં આગ બુઝાવવા માટે ફાયર વિભાગ(Fire Department ) દ્વારા હવે દોઢ કરોડના ખર્ચે એક રોબટ ખરીદવામાં આવશે. જે સાંકડી ગલીઓ અને ઊંચી બિલ્ડીંગમાં જાનમાલના નુકસાન કર્યા વિના આગને કાબૂમાં કરશે. સુરત શહેર (Surat City)નો વ્યાપ અને વિસ્તાર ખુબ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે શહેર ફાયર વિભાગ (Surat Fire Department) પણ હવે તેને લઈને સજ્જ થાય તે જરૂરી છે.

સુરત મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા ફાયર ફાઈટિંગ માટે દોઢ કરોડના ખર્ચે ફાયર રોબટ(Robot ) ખરીદવાની તૈયારી માટે સ્થાયી સમિતિમાં નિર્ણય લેવા આવશે. ફાયર વિભાગ દ્વારા ચીફ ફાયર ઓફિસર પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સુરતમાં સાંકડી ગલીઓ અને ઉંચી બિલ્ડીંગમાં આગ બુઝાવવા ફાયર ફાઇટરો ને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગની દુર્ઘટના રોકવા માટે મહાનગરપાલિકાએ ઘણી આધુનિક સાધન સામગ્રીઓ ખરીદી છે.

અમદાવાદ મહાનગર પાલિકા પાસે ફાયર રોબટ કાર્યરત છે. સુરત મહાનગરપાલિકા પણ આ પ્રકારના ખરીદવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. જેને અનુસરીને હવે સુરત મહાનગરપાલિકાએ સાંકડી અને નાની ગલીઓ અને ઊંચી ઇમારતોમાં ફાયર ફાઈટિંગ કરવા માટે રોબટ ખરીદવાનો નિર્ણય કર્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ ફાયર રોબોટ આગ બુઝાવવાની કામગીરી માં મદદ કરશે. જે રોબટ  ની કિંમત દોઢ કરોડ રૂપિયા લગાવવામાં આવી છે. અમદાવાદની રેસ્ક્યુ ટેકનોલોજી કંપની દ્વારા ટેન્ડર મહાનગરપાલિકામાં આપવામાં આવ્યું છે. સ્થાયી સમિતિની બેઠક માટે તેના ઉપર નિર્ણય લેવામાં આવશે.

આ પહેલા તક્ષશિલા દુર્ઘટનામાં જે 22 બાળકોના મૃત્યુ થયા હતા. તે પછી સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સ્ટેશનનો સ્ટાફ વધારવાની સાથે સાથે અત્યાધુનિક સાધનો પણ ખરીદવામાં આવ્યા હતા. જેમાં 16 માળ સુધી જઈ શકે તેવી ટર્ન ટેબલ લેડર, જમ્પિંગ કુશન , અંધારામાં ફાયર ફાઇટિંગમાં મદદ કરી શકે તેવા એડવાન્સ કેમેરા સહીત ના સાધનો ખરીદવામાં આવ્યા હતા.

જોકે હવે શહેરનો વિસ્તાર પણ વધ્યો છે. અને વસ્તી પણ વધી છે. ખાસ કરીને હજી પણ જુના વિસ્તારો અને ટેક્સ્ટાઇલ માર્કેટ જેવા વિસ્તારોમાં ફાયર ફાઇટિંગ માટે ફાયર વિભાગને મુશ્કેલી પડે છે. તેવામાં ફાયર ફાઇટિંગ માટે ખરીદવામાં આવનાર આ રોબટ સુરત ફાયર વિભાગની તાકાત બનશે. જોકે કિંમત ઊંચી હોવાના કારણે તેની ખરીદી પર કઈ રીતે નિર્ણય લેવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે.

આ પણ વાંચો :

Surat : ફેન્સી કપડાંની ડિમાન્ડ જોતા વીવર્સ પાસેનો ગ્રેનો સ્ટોક પૂરો, 15-20 દિવસનું વેઇટિંગ

Surat : શહેરના ત્રણ ઝોન કોરોના ફ્રી , છતાં તહેવારોને લઈને કેસો ન વધે તેની ચિંતા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">