Surat Medical Success : મેડિકલ ક્ષેત્રમાં સુરતની સિદ્ધિ, પહેલીવાર પુરુષને સંપૂર્ણ સ્ત્રી બનાવવાની સર્જરી સુરતમાં થઇ સફળ

વિશ્વાસ નહીં કરો પણ આ બંને વ્યક્તિ એક જ છે. સુરતમાં આરવની સર્જરી કરીને તેને એક સંપૂર્ણ સ્ત્રી બનાવીને આયેશા બનાવવામાં આવી છે.

 

Surat Medical Success : સુરતમાં મેડિકલ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી હાંસિલ થઇ છે. સુરતમાં પહેલી જ વાર એક પુરુષમાંથી એક સ્ત્રીનું સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન કરવામાં આવ્યું છે. મુંબઈમાં રહેતા એક યુવકને સુરતના તબીબોની ટિમ દ્વારા તેને સંપૂર્ણ યુવતીમાં પરિવર્તિત કરવામાં આવી છે. અત્યારસુધી આ સર્જરીઓ અલગ અલગ કરવામાં આવતી હતી. જયારે લીંગ પરિવર્તનની સર્જરી પણ દેશના અન્ય મોટા શહેરોમાં જ શક્ય બનતી હતી. પણ સુરતમાં પહેલીવાર તબીબોના પ્રયાસથી આ શક્ય બન્યું છે. જેમાં માથાના વાળથી લઈને પગના નખ સુધીની સંપૂર્ણ સર્જરી સુરતમાં જ શક્ય બની છે. આવો જાણીએ તેના વિશે .

સુરતમાં પહેલી વાર એક પુરુષની ટોપ ટુ  બોટમ સર્જરી કરીને તેને સંપૂર્ણ મહિલામાં ટ્રાન્સફોર્મ કરી આપવામાં સુરતના તબીબોને સફળતા મળી છે. પહેલી વખત આ સંપૂર્ણ ટ્રાન્સજેન્ડર સર્જરી સુરતમાં કરવામાં આવી છે. જેને મેડિકલ ક્ષેત્ર માટે નવા માર્ગ પણ ખોલ્યા છે. સાથે સાથે સુરતની મેડિકલ ટિમ માટે પણ આ એક મોટી સિદ્ધિ છે, સુરતના 3 તબીબોની ટિમ જેમાં પ્લાસ્ટિક સર્જન આશુતોષ શાહ, રિકન્સ્ટ્રક્ટિવ યુરોલોજિસ્ટ ડો.ઋષિ ગ્રોવર અને જીઆઇ સર્જરી ડોક્ટર ધવલ માંગુકિયાએ આ સર્જરી કરી છે. મુંબઈમાં રહેતા આરવ પટેલ નાનપણથી જ યુવતીઓ પ્રમાણે રહેવાની ટેવ ધરાવતો હતો. તેને ઢીંગલીઓ અને છોકરીઓ સાથે રમવાનું, તેમના કપડાં પહેરવાનું ઘણું પસંદ હતું.

પરિવારજનોએ તેના બળજબરીથી એક યુવતી જોડે લગ્ન પણ કર્યા હતા. પણ આરવે પોતાની હકીકત તે યુવતીને કહી હતી અને જણાવ્યું હતું કે તેને પણ એક યુવતી તરીકે જ જીવવાનું પસંદ છે. આ બાદ તેના છૂટાછેડા થયા હતા. પરિવારના દબાણથી તેણે લગ્ન તો કરી લીધા હતા પણ આગળ જિંદગી વધારવી મુશ્કેલ હોય તે છૂટાછેડા લઈને તેણે ખુલીને પોતાની લાઈફ પસારવાનું નક્કી કર્યું. આ દરમ્યાન આરવની મુલાકાત સુરતના રોહન પટેલ સાથે થઇ. બંને વચ્ચે સારું અન્ડરસ્ટેન્ડિંગ થવા લાગ્યું.

રોહન અને આરવ વચ્ચેનો પ્રેમ પાંગરવા લાગ્યો. અને તેઓએ પણ લગ્ન કરવાનું નક્કી કરી લીધું. જોકે રોહનના સહકાર અને વિશ્વાસથી આરવે પોતાની સર્જરી કરવાનું નક્કી કર્યું. અને તે પણ સંપૂર્ણ સર્જરી. જેમાં માથાના વાળથી લઈને પગના નખ સુધી તે એક સ્ત્રીમાં પરિવર્તિત થવા જઈ રહ્યો હતો. અત્યારસુધી આ સર્જરીઓ દેશના અલગ અલગ શહેરોમાં થતી હતી. પણ સુરતમાં પહેલીવાર આ સર્જરી થવા જનાર હતી. જેમાં આરવ આયેશા બનવા જઈ રહ્યો હતો. 21 દિવસ પહેલા આ સર્જરી સંપૂર્ણ કરવામાં આવી હતી. અને આજે આરવ આલિશા બની ગઈ છે.

આ શસ્ત્રક્રિયા ક્યારે કરવામાં આવે છે ? 

તેના માટે મનોચિકિત્સક અને પરિવારની સંમતિ અને સોગંદનામું લેવામાં આવે છે. શસ્ત્રક્રિયા પહેલા દર્દીનો બાહ્ય દેખાવ બદલવો ખુબ જરૂરી છે. જેમાં દર્દીની હેડ લાઈન, નાક, જડબાનો આકાર, કંઠનો અવાજ, છાતી, અને વાળની લેસર ટેક્નિકથી સર્જરી થાય છે. તેમને હોર્મોન થેરાપી પણ આપવામાં આવે છે. બાદમાં મનોચિકિત્સક પાસેથી તેઓ આ સર્જરી માટે વાસ્તવમાં તૈયાર છે કે કેમ તે માટે પણ સેશન કરવામાં આવે છે. બ્રેસ્ટ સર્જરી ટોપમાં કરવામાં આવૅ છે. જ્યારે જનનાંગ સર્જરી બોટમ સર્જરીમાં કરવામાં આવે છે.

શું છે આ વજાઈનોપ્લાસ્ટીક સર્જરી ?
તબીબો દ્વારા આરવની સીગ્મોઈડ વજાઈનોપ્લાસ્ટીક  સર્જરી કરવામાં આવી છે. જે સુરતમાં પહેલીવાર કરવામાં છે. જેમાં પુરુષના પ્રાઇવેટ પાર્ટ પણ બદલીને સ્ત્રીના કરવામાં આવે છે. બાહ્ય દેખાવ પછી આ બોટમ સર્જરીના ભાગરૂપે આપે છે. જેમાં યોનિમાર્ગ પેસેજ બનાવવા માટે તેમના શિશ્નની આગળની ચામડી કાપવામાં આવે છે, પરંતુ આમાં, યોનિમાર્ગ માર્ગ ઓછો થાય છે અને સમય જતાં તે સંકોચાઈ જાય છે અને અંદરથી સૂકી રહે છે. જો કે, રેક્ટોસિગ્મોઇડ વજાઈનોપ્લાસ્ટિક  ઉર્ફે સિગ્મોઇડ કોલન વજાઈનોપ્લાસ્ટિક  યોનિમાર્ગના અસ્તર બનાવવા માટે સિગ્મોઇડ કોલોનના એક વિભાગનો ઉપયોગ કરે છે. આ કેસમાં પુરુષના જનનાંગ કાપીને સ્ત્રીના જનનાંગમાં રૂપાંતરિત કરવામાં આવ્યા હતા.

સર્જરી દરમિયાન, જો દર્દી સ્ત્રી બનવા માંગે છે, તો સ્તન સર્જરી કરવામાં આવે છે જેમાં તેમની છાતીના વિસ્તારમાં સ્તન પ્રત્યારોપણ કરવામાં આવે છે. અથવા જો દર્દી માણસ બનવા માંગે છે, તો શસ્ત્રક્રિયા દ્વારા, સ્તનને દૂર કરીને છાતી બનાવવામાં આવે છે. જે બાદ તેઓએ એક વર્ષ વિપરીત લિંગના કપડાં પહેરીને સમાજમાં રહેવું પડે છે. ટોપની શસ્ત્રક્રિયા પછી, દર્દીએ સમાજ અને આસપાસના વાતાવરણમાં સમાયોજિત થવા માટે શરીરમાં થતા ફેરફારો સાથે જીવન જીવવું પડે છે.ટોપની શસ્ત્રક્રિયા ઉલટાવી શકાય છે, પરંતુ નીચેની શસ્ત્રક્રિયા સંપૂર્ણપણે બદલી ન શકાય તેવી છે.

સર્જરી પાછળ કેટલો ખર્ચ ?

આખી સર્જરી પાછળનો ખર્ચ અંદાજે 20 લાખ જેટલો થાય છે. જેના માટે બે થી અઢી વર્ષનો સમયગાળો થાય છે. સુરતમાં પહેલી વખત આ સર્જરી કરવા માટે તબીબોએ પણ તેમને માનસિક રીતે તૈયાર કર્યા હતા. કારણ કે તેમાં દર્દીને કોઈ નુકશાન ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. પણ જયારે આરવ આયેશા બની ગયો ત્યારે તેની ખુશીનો કોઈ પાર નહોતો. રોહન અને આયેશા આજે બંને ખુશ છે કારણ કે તેઓ જેવી રીતે જીવવા માંગતા હતા તે હવે ડોક્ટરોને કારણે શક્ય બન્યું છે. આયેશા અને રોહન આજે તેમની દુનિયામાં ઘણા ખુશ છે.

તેઓ લોકોને સંદેશો આપવા માંગે છે કે તેમનાથી કોઈને નુકશાન નથી. કે ખતરો પણ નથી. તેમને સમાજમાં અપનાવો અને ટેકો આપવો. દેશમાં આજે તેમના માટે કલમ 377 લાવીને તેમને અધિકાર આપવાનો કાયદો તો લાવવામાં આવ્યો છે પણ હજી સમાજ અને લોકોએ તેમની લાગણીને બહોળું મન રાખીને સમજવાની જરૂર પહેલા છે. તેમને પણ અન્યોની જેમ જ મૂળભૂત માનવ અધિકાર મળવા જોઈએ તેની તેઓ માંગ કરે છે.

Ads By Adgebra

જમ્મુ કાશ્મીરમાં વધતા હુમલા વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર તમામ ગેર સ્થાનિક લોકોને સેનાના કેમ્પમાં લઇ જવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં ઈમરજન્સી એડવાઇઝરી જાહેર કરાઇ છે.