Surat: તાઉ તે વાવાઝોડા બાદ સુરત મનપાએ સર્વે કરતા 10.76 કરોડનાં નુકશાનનો અંદાજો

Surat: તાઉ તે વાવાઝોડું જતું રહ્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકાને આ વાવાઝોડાને કારણે 10.76 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વાવાઝોડું શાંત થયા બાદ સુરત મહાનગરપાલિકાએ નુકસાનનો સર્વે કર્યો

Surat: તાઉ તે વાવાઝોડા બાદ સુરત મનપાએ સર્વે કરતા 10.76 કરોડનાં નુકશાનનો અંદાજો
Surat: તાઉ તે વાવાઝોડા બાદ સુરત મનપાએ સર્વે કરતા 10.76 કરોડનાં નુકશાનનો અંદાજો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 20, 2021 | 11:40 AM

Surat: તાઉ તે વાવાઝોડું જતું રહ્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકાને આ વાવાઝોડાને કારણે 10.76 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વાવાઝોડું શાંત થયા બાદ સુરત મહાનગરપાલિકાએ નુકસાનનો સર્વે કર્યો હતો. સર્વે દરમિયાન માલૂમ પડ્યું કે સૌથી વધારે નુકસાન રોડ રસ્તો તૂટી જવાથી થયું હતું.

સુરતમાં 42 કિલોમીટર લંબાઇમાં 225 જેટલા રસ્તાઓ તૂટી ગયા હતા. જેમાં ચાર 25 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સાત કિલોમીટર લંબાઇના ફૂટપાથ તૂટવા પર 37 લાખ, ગાર્ડન ની ગ્રીલ તૂટવા પર 37 લાખ રૂપિયાનું નુકસાન નોંધાયું છે. આ ઉપરાંત 18 બ્રિજને પણ ક્ષતિ પહોંચી છે.

એનાથી પણ 22 લાખનું નુકશાન થયું છે. ડ્રેનેજમાં 1.30 કરોડ, સ્ટ્રીટલાઇટમાં 9 લાખ, બીઆરટીએસમાં 16 લાખ, ફાયર ઇમરજન્સીમાં 51 લાખ, ટ્રાફિક વિભાગમાં 3 લાખ સહિત કુલ રૂ.10.78 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. આ વાવાઝોડામાં લગભગ 800 જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા. જેનાથી વર્ષ દરમિયાન અંદાજે ૪૦ હજાર કિલો ઓક્સિજન સુરતને પ્રાપ્ત થતો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ધરાશાયી થયેલા વૃક્ષો વેચી દેવાના બદલે હવે વિવિધ સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાનું પાલિકાએ નક્કી કર્યું છે. જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે તેમાંથી 200 ટન લાકડું ભેગું થયું છે. હવે પડેલા એક વૃક્ષની સામે ત્રણ વૃક્ષો ઉગાડવા નો પાલિકાએ નિર્ણય કર્યો છે.

કોરોનાની બીજી લહેર દરમ્યાન સ્મશાનમાં લાકડા ખૂટી ગયાની સ્થિતિ વચ્ચે પાલિકા દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડાને સ્મશાનગૃહમા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં વાવાઝોડાને કારણે 800થી વધુ વૃક્ષો, 62 વીજપોલ, 30 થી વધુ ગાડીઓ સાથે કાચા મકાનોને નુકસાન થયું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">