Surat : નિષ્ણાતોએ કહ્યું કે ત્રીજી લહેર આવશે કે નહીં તે 15 દિવસમાં ખબર પડી જશે, સુરત સિવિલ તંત્ર સજ્જ

મોટી સંખ્યામાં લોકોમાં ચેપ પહોંચાડે છે ત્યારે દર્દીઓને બીજા કે ત્રીજા અઠવાડિયામાં ICUમાં દાખલ થવાની શક્યતા વધુ હોય છે. તેથી આગામી બે અઠવાડિયામાં, આપણે બધા અને આખું વિશ્વ નજીકથી જોઈશું કે કેસ કેવી રીતે આગળ વધે છે

Surat : નિષ્ણાતોએ કહ્યું કે ત્રીજી લહેર આવશે કે નહીં તે 15 દિવસમાં ખબર પડી જશે, સુરત સિવિલ તંત્ર સજ્જ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 1:04 PM

કોરોનાના નવા વેરિયેન્ટ (variant )ઓમિક્રોનને લઈને સુરતની સિવિલ(Civil Hospital ) હોસ્પિટલ દ્વારા 450 વેન્ટિલેટર, 65 મેટ્રિક ટન ઓક્સિજન, અને 2200 બેડની હોસ્પિટલની તૈયારી કરી દેવામાં આવી  છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ દ્વારા રાજ્ય સ્વાસ્થ્ય વિભાગને આપવામાં આવી છે. વિભાગ દ્વારા દરેક મેડિકલ કોલેજ અને જિલ્લા સરકારી હોસ્પિટલો પાસે ત્રીજી લહેર સામે લડવાની તૈયારીને લઈને માહિતી માંગવામાં આવી છે.

હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સૂચના મળતા જ હજી પણ વધારે મેન પાવર વધારવામાં આવશે. જોકે આ બધી તૈયારી બીજી લહેરમાં જ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે નવી સીટી સ્કેન મશીમ અને બાયો કેમેસ્ટ્રી લેબ પણ તૈયાર કરવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં 850 બેડ, 150 વેન્ટિલેટર ની સાથે 45 હજાર મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ત્યાં જ ખાનગી 250 હોસ્પિટલોમાં કરતા વધારે વેન્ટિલેટર અને લગભગ 1 લાખ મેટ્રિક ટન કરતા પણ વધારે ઓક્સિજન સ્ટોરેજની ક્ષમતા છે. દોકરોનું કહેવું છે કે સીઝનલ બીમારીઓ, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા , ટાઈફોઈડનો પણ હાલ ખુબ વાવર ચાલી રહ્યો છે. તેવામાં તાવ આવવા પર પેનિક થવાની લોકોને કોઈ જ જરૂર નથી. બસ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. એટલું જ નહીં વેક્સીન, માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું પણ પાલન કરવું જોઈએ.

સુરતના જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડોકટરે જણાવ્યું હતું કે, “કોવિશિલ્ડ રસી એ એક રસી છે જે વાયરસના સ્પાઇક પ્રોટીન સામે લડે છે.” તેથી એ પણ ચિંતાનો વિષય છે કે જ્યારે કોવિશિલ્ડ રસી હોય અને આ વાયરસમાં સ્પાઇક પ્રોટીન મ્યુટેશન હોય, તો આ વાયરસ વધુ ચેપી થઇ શકે છે. તે ગળાના ભાગ સાથે વધુ જોડાઈ શકે છે અને જો તે જોડાયેલ હોય, તો તે વધુ રોગનું કારણ બની શકે છે. રસીઓની નિષ્ફળતા માટે આ એક પરિબળ હોઈ શકે છે. ચેપ વિશે કહેવું મુશ્કેલ છે.

પંદર દિવસમાં ચિત્ર સ્પષ્ટ થશે : નિષ્ણાંત 

તેમણે વધુમાં કહ્યું કે આ વાયરસના લક્ષણો થાક અને માથાનો દુખાવો છે. 9 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં વાયરસની જાણ થઈ હતી. તેથી તે હજુ 20 થી 21 દિવસ જેવું છે. જ્યારે કોરોના વાયરસ મોટી સંખ્યામાં વિસ્તરે છે અને મોટી સંખ્યામાં લોકોમાં ચેપ પહોંચાડે છે ત્યારે દર્દીઓને બીજા કે ત્રીજા અઠવાડિયામાં ICUમાં દાખલ થવાની શક્યતા વધુ હોય છે.

તેથી આગામી બે અઠવાડિયામાં, આપણે બધા અને આખું વિશ્વ નજીકથી જોઈશું કે કેસ કેવી રીતે આગળ વધે છે, કયા વિસ્તારોમાં તે વધે છે, રસીકરણ કરાયેલ લોકોમાં, ચેપગ્રસ્ત લોકોમાં અથવા કઈ ઉંમરે ફેલાય છે. અથવા તે કયા વય જૂથમાં વધે છે. આ સ્થિતિમાં કેટલા દર્દીઓને ઓક્સિજન કે ICUની જરૂર છે, આ સવાલનો જવાબ આગામી 15 દિવસમાં મળી જશે. જો આમાંના ઘણા પ્રશ્નોના જવાબ હા છે, તો પછી એક બહુ મોટી ત્રીજી લહેર આવવાની છે. અમે અત્યારે તેની આગાહી કરી શકતા નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે કર્ણાટકમાં દક્ષિણ આફ્રિકાના બે થી ત્રણ દર્દીઓ પોઝિટિવ આવ્યા છે, 9 નવેમ્બર દિવાળીનો સમયગાળો હતો, તે સમયે ઘણા ગુજરાતીઓ અથવા ભારતના નાગરિકો માલદીવ, દુબઈ અને ઘરેલુ પ્રવાસ કરીને ઘરે પરત ફર્યા છે. તેથી અમે આગામી 1 થી 2 અઠવાડિયામાં માહિતી મેળવી શકીશું કે આમાંથી કોઈ વ્યક્તિ વાયરસ લાવ્યો છે કે નહીં અને આ વાયરસ ક્યારે એકથી બે અને બેથી ચારમાં ફેલાશે.

આ પણ વાંચો: Mumbai : ‘મોદીજીએ MSP પર તો PHD કર્યુ છે’, કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતનો મોદી સરકાર પર વાર

આ પણ વાંચો: IND vs NZ: કાનપુર ટેસ્ટમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો, અય્યર, સાહા અને અશ્વિને મુશ્કેલ સ્થિતીમાં ચલાવ્યુ બેટ, ઇન્ડીયાનો દાવ ડિકલેર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">