Surat : ટોકિયો ઓલમ્પિકમાં સુરતનો ડંકો, સ્પોર્ટ્સ વેર ઇન્ડસ્ટ્રીમાં ચાઈનાને આપી પછડાટ

સ્પોર્ટ્સ વેર ઈન્ડસ્ટ્રીઝમાં હવે સુરતનો ડંકો વાગી રહ્યો છે. સ્પોર્ટ્સમાં મેડ ઈન સુરતના કાપડની ભારે ડિમાન્ડ.

Surat : ટોકિયો ઓલમ્પિકમાં સુરતનો ડંકો, સ્પોર્ટ્સ વેર ઇન્ડસ્ટ્રીમાં ચાઈનાને આપી પછડાટ
Surat: Surat beats China in Tokyo Olympics: Surat beats China in sportswear industry
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 24, 2021 | 9:46 PM

કોરોનાએ સુરતના ટેકસટાઇલ સેકટરની9surat textile market ) તમામ સાંકળની આર્થિક કમર તોડી નાંખી છે. લોકડાઉન અને કોરોનાના કારણે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝને ઘણું મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જોકે હવે આ ઇન્ડસ્ટ્રીની ગાડી ધીરે ધીરે પાટા પર આવી રહી છે. ખાસ કરીને સ્પોર્ટ્સ વેર એટલે કે સર્ક્યુલર નિટિંગ ઇન્ડસ્ટ્રીમાં તેજી આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું ભારતને આત્મનિર્ભર બનાવવાનું સપનું હવે ધીમે ધીમે સાચું થતું નજરે આવી રહ્યું છે. એકસમયે કેટલાક કાપડના પ્રોડક્ટ ચીનથી મંગાવવામાં આવતા હતા. પરંતુ દેશને આત્મનિર્ભર બનાવવાની પીએમ મોદીની જાહેરાત બાદ કાપડ ઉદ્યોગમાં બદલાવ આવ્યો છે. અને આજે એ દિવસ એવો આવ્યો છે કે સુરતથી કાપડ બનીને ટોકિયો ઓલિમ્પિક સુઘી પહોંચી ગયું છે.

સ્પોર્ટ્સની ઘણી ટોપની બ્રાન્ડ સ્પોર્ટ્સ વેર અને સ્પોર્ટ્સ એસેસરીઝ બનાવવા માટે મેડ ઇન સુરતનું ફેબ્રિક વાપરે છે. કોરોનાની બીજી લહેરમાં પણ સુરતમાં આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અને 2 હજાર કરોડથી પણ વધુનું ટર્ન ઓવર ધરાવતા 115 મેન્યુફેકચર્સના યુનિટો ચાલુ હતા. આ યુનિટો 7 હજાર લોકોને પ્રત્યક્ષ અને 1 લાખ લોકોને પરોક્ષ રીતે રોજગારી પુરી પાડે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મહત્વની વાત તો એ છે કે તેની સાથે ચીનથી(china ) દર મહિને થતી 800 ટન કાપડની આયાત સંપૂર્ણપણે અટકી છે. અને હવે દેશના સ્પોર્ટ્સ સેક્ટરના(sports ) ખેલાડીઓ પણ મેઇડ ઇન સુરતના કાપડનો ઉપયોગ કરતા થયા છે. એક વર્ષ પહેલાં જ્યાં સુરત શહેરના સર્ક્યુલર નીટિંગ સેક્ટર સાથે જોડાયેલા એકમોની સંખ્યા 55 હતી, તે આજે 115ને પાર થઈ છે.

આમ તો વર્ષ 2000થી સર્ક્યુલર નીટિંગથી કાપડ ઉત્પાદન શરૂ થયું હતું. પરંતુ વર્ષ 2017થી આ ઉદ્યોગને ગતિ મળવાની શરૂઆત થઈ છે. સર્ક્યુલર નીટિંગ એટલે કાપડને નીટિંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. કોરોના પહેલાં આ સેક્ટરમાં ભારતનો સૌથી મોટો હરીફ ચીન હતું.દર મહિને 800 ટન જેટલું કાપડ ચાઈનાથી આયાત કરવાની નોબત આવતી હતી. પરંતુ એક જ વર્ષમાં સુરતના આ સેક્ટરે ચાઈના પર રહેલી નિર્ભરતા દૂર કરી લીધી છે અને સાથે ઓલમ્પિક સુધી ની છલાંગ મારી છે.

સંપૂર્ણ આત્મનિર્ભર થયેલા સર્ક્યુલર નીટિંગ સેક્ટરમાં તૈયાર થતા સ્પોર્ટ્સ વેર, બેગ, શૂઝ, ટ્રેનની સીટ સહિતના સેક્ટરમાં વપરાતું કાપડ હવે ગાર્મેન્ટિંગ સેક્ટરમાં પણ પ્રથમ પસંદગીરૂપ બન્યું છે. વધુમાં, આઈપીએલ (ઈન્ડિયન પ્રિમિયર લીગ) તથા ટોકિયો ઓલિમ્પિક સહિતના વર્લ્ડ સ્પોર્ટ્સમાં ખેલાડીઓ દ્વારા પહેરાતું કાપડ પણ સુરત બનાવી રહ્યું છે.એક વર્ષ પહેલા સુરતમાં માંડ 15 મિલો સર્ક્યુલર નીટિંગ કાપડનું પ્રોસેસિંગ કરતી હતી. હવે 50થી વધુ મિલો છે.

સર્ક્યુલર નીટિંગ સેક્ટરમાં ફેબ્રિક્સ બનાવવા માટે સ્પેન્ડેક્સ અને ટેક્સચ્યુરાઈઝિંગ યાર્નનો ઉપયોગ થાય છે. આ કાપડની વધેલી માંગણીના કારણે આ યાર્ન ઉત્પાદો પાસે પણ ઉત્પાદનનું કામ વધી ગયું છે. અને આજે સુરતનું કાપડ ઓલિમ્પિકમાં પણ વપરાઈ રહ્યું છે એ સુરત સાથે સાથે દેશ નું ગૌરવ વધારી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">