સુરત શહેરના તમામ ઓવારા અને દરિયાઈ બીચ પર ગોઠવાયો પોલીસ બંધોબસ્ત

સુરત શહેરના તમામ ઓવારા અને દરિયાઈ બીચ પર ગોઠવાયો પોલીસ બંધોબસ્ત


સુરત: બળદેવ સુથાર 

હાલમાં ચાલી રહેલા કોરોના વાઈરસને લઈ સરકાર દ્વારા તમામ તહેવારો પર પ્રતિબંધ અને રોક લગાવવામાં આવી છે. ત્યાં ગણપતિ વિસર્જન માટે પણ સુરત પોલીસે લાલ આંખ કરી અને શહેરના તમામ ઓવારા બંધ કરી દેવામાં આવ્યા અને સાથે દરિયાકિનારે આવેલા બીચ પણ બંધ કરવામાં આવ્યા છે.

Surat shehar na tamam ovara ane dariyai beach par gothvayo police bandobast

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ડુમ્મસ પોલીસના પીઆઈ રાહુલ પટેલ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી બંધોબસ્ત ગોઠવાયો. જ્યારે બેનરો પણ લગાવવામાં આવ્યા છે. આ વખત જે રીતની સ્થિતિ છે તે પ્રમાણે વાત કરીએ તો સુરત પોલીસ અને પાલિકા દ્વારા ગણપતિ માટે મોટી મૂર્તિ મુકવા બાબતે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યાં લોકોએ પણ તંત્રને સાથ-સહકાર આપ્યો. લોકોએ પોતાના ઘરે નાની અને માટીની મૂર્તિ મૂકી છે. ત્યારે કોઈ મૂર્તિનું વિસર્જન તાપી નદીમાં કે દરિયાકિનારે ના કરે તે બાબતે પોલીસે આજથી તમામ ઓવારા અને દરિયાકિનારે બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો.

Surat shehar na tamam ovara ane dariyai beach par gothvayo police bandobast

દર વર્ષે લોકો દરિયાકિનારે મોટી મોટી મૂર્તિનું વિસર્જન કરતા હોય છે. ત્યારે પાલિકા દ્વારા નથી કોઈ કુત્રિમ તળાવ બનાવ્યા કે નથી કોઈ ઓવારા પર સુવિધા ઉભી કરી, ત્યારે આજથી સુરત પોલીસ દ્વારા ડુમ્મસ બીચ પર લોકોની અવર જવર અને વિસર્જન માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો અને બેનરો પણ લગાવી દેવામાં આવ્યા સાથે પોલીસ બંધોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Surat shehar na tamam ovara ane dariyai beach par gothvayo police bandobast

હાલમાં ડુમ્મસ પોલીસના સ્ટાફ દ્વારા જે લોકો બીચ પર જતાં હોય તે લોકોને રોકી પાછા મોકલવામાં આવે છે. ડુમ્મસ બીચ સુરતની શાન ગણવામાં આવે છે, કારણ કે સુરતી લોકો રજાના દિવસોમાં ડુમ્મસ બીચ પર પરિવાર સાથે ફરવા જતા હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati