Surat : ચેમ્બરની લેડીઝ વિંગ દ્વારા આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશનનો પ્રારંભ

પ્રથમ તબકકામાં સોમવાર, તા. ૪ અને પ ઓકટોબર, ર૦ર૧ના રોજ ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’યોજાશે. ત્યારબાદ એ જ સ્થળે બીજા તબકકામાં તા. ૬ અને ૭ ઓકટોબર, ર૦ર૧ તથા ત્રીજા તબકકામાં તા. ૮ અને ૯ ઓકટોબર, ર૦ર૧ દરમ્યાન એકઝીબીશન યોજાશે.

Surat : ચેમ્બરની લેડીઝ વિંગ દ્વારા આત્મનિર્ભર મહિલા અભિયાન એક્ઝિબિશનનો પ્રારંભ
Surat: Self-reliant Women's Campaign Exhibition Launched Today by the Ladies Wing of the Chamber
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 8:28 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi ) દ્વારા દેશભરમાં મહિલાઓને(ladies ) આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયાસ કરવામાં આવી રહયો છે ત્યારે ગત વર્ષે સરકારના આ પ્રયાસમાં જોડાઇને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા મહિલાઓ પગભર બની શકે તે હેતુથી આત્મનિર્ભર મહિલા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

ચેમ્બર દ્વારા હાથ ધરાયેલી પ્રણાલીને આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી છે. આ વર્ષે પણ ચેમ્બરની લેડીઝ વીંગ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના સંયુકત ઉપક્રમે પાલ રોડ ખાતે શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ વાડી ખાતે ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’નું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રથમ તબકકામાં સોમવાર, તા. ૪ અને પ ઓકટોબર, ર૦ર૧ના રોજ ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’યોજાશે. ત્યારબાદ એ જ સ્થળે બીજા તબકકામાં તા. ૬ અને ૭ ઓકટોબર, ર૦ર૧ તથા ત્રીજા તબકકામાં તા. ૮ અને ૯ ઓકટોબર, ર૦ર૧ દરમ્યાન એકઝીબીશન યોજાશે. એકઝીબીશનનો સમયગાળો બપોરે ૧રઃ૦૦ કલાકથી રાત્રે ૦૮:૦૦ કલાક સુધીનો રહેશે. ત્રણેય તબકકામાં જુદી–જુદી મહિલાઓ દ્વારા સ્ટોલ રાખવામાં આવશે અને ત્યાંથી જુદી–જુદી પ્રોડકટનું વેચાણ કરવામાં આવશે. એકઝીબીશન માટે મહિલા ઉદ્યોગ સાહસિકોનો જબરજસ્ત પ્રતિસાદ સાંપડયો છે અને એક જ દિવસમાં બધા સ્ટોલ બુક થઇ ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ એકઝીબીશનમાં મહિલાઓ દ્વારા ઓકસીડાઇઝડ જ્વેલરી, ટ્રેડીશનલ ડ્રેસીસ, ડિઝાઇનર ડ્રેસ મટિરિયલ, ઇમીટેશન જ્વેલરી, ડિઝાઇનર ચોકલેટ બોકસીસ અને એન્વેલપ્સ, બટવા, ટ્રેડીશનલ ફૂટવેર, મોબાઇલ કવર્સ, બેગ્સ, હોમ કેર એન્ડ ડેકોર પ્રોડકટ્‌સ, એમ્બ્રોઇડરી મટિરિયલ્સ અને હેન્ડી ક્રાફટ, આર્ટ એન્ડ ક્રાફટ, ગીફટ આઇટમ્સ, જયપુરી મટિરિયલ્સ, ડિઝાઇનર સારીઝ, તકીયા તેમજ તકીયાના કવર, રૂમાલ, ફૂડ આઇટમ્સ (ફાસ્ટ ફૂડ, નમકીન, મીઠાઇ, કેકસ, કપ કેકસ), લેમ્પ એન્ડ કેન્ડલસ, પૂજા થાળ, બ્યુટી પ્રોડકટ્‌સ, મહેંદી, કવીલીંગ આર્ટ, પટીયાલા, દુપટ્ટા, કુર્તી, કોટી, ડ્રાઇ કલીનર્સ વિગેરેનું વેચાણ કરવામાં આવશે.

આમ, હવે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મહિલાઓને પણ પ્લેટફોર્મ મળી રહે અને આત્મનિર્ભર બનાવીને તેમને પણ પગભર થવાનો મોકો મળે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આજથી શરૂ થનારા આ એક્ઝિબિશનથી ઘણી મહિલાઓને ફાયદો મળી રહેશે.

આ પણ વાંચો : Surat : સુરતીઓ નવું લાવ્યા !! નવરાત્રી માટે તૈયાર કર્યા કોરોના જાગૃતિ માટેના ચણિયાચોળી

આ પણ વાંચો :Surat : સુરત શાહજહાં ફ્લાઈટનું બુકીંગ શરૂ, દુબઈની ફ્લાઇટ મળે તેવી પણ સંભાવના

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">