નવી શિક્ષણ નીતિને સરળ રીતે સમજાવતી ફિલ્મ બનાવતા સુરત મ્યુ. શાળાના શિક્ષક

નવી શિક્ષણ નીતિને સરળ રીતે સમજાવતી ફિલ્મ બનાવતા સુરત મ્યુ. શાળાના શિક્ષક

કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલમાં મુકવામાં આવી છે. જો કે ઘણાને હજી આ શિક્ષણ નીતિ અટપટી લાગે છે, અને સમજવામાં મુશ્કેલ થઈ રહી છે. ત્યારે તાજેતરમાં જ જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કોમ્યુનિકેશન મટીરીયલ તૈયાર કરવાની સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્ય શિક્ષક નરેશ મહેતા […]

Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Dec 11, 2020 | 7:49 PM

કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલમાં મુકવામાં આવી છે. જો કે ઘણાને હજી આ શિક્ષણ નીતિ અટપટી લાગે છે, અને સમજવામાં મુશ્કેલ થઈ રહી છે. ત્યારે તાજેતરમાં જ જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કોમ્યુનિકેશન મટીરીયલ તૈયાર કરવાની સ્પર્ધા યોજવામાં આવી છે.

જેમાં સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્ય શિક્ષક નરેશ મહેતા દ્વારા એક કાર્ટૂન ઍનિમેશન ફિલ્મ બનાવવામાં આવી છે. જેનું ડ્યુરેશન બે મિનિટનું રાખવામાં આવ્યું છે. આ નાની ફિલ્મમાં કાર્ટૂન ઍનિમેશન દ્વારા નવી શિક્ષણ નીતિની સમજ આપવામાં આવી છે.

આ ફિલ્મની ખાસ વાત એ છે કે એમાં વર્ગખંડમાં શિક્ષક તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દર્શાવવામાં આવ્યા છે. વર્ષ 2021-22થી નવી શિક્ષણ નીતિ અમલમાં આવનાર છે ત્યારે સામાન્ય વ્યક્તિ પણ તેને સરળતાથી સમજી શકે તેવી રીતે આ ફિલ્મ બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃસુરતીઓ દિલ સે.. હ્રદય ડોનેટ કરવામાં સુરતીઓ સૌથી આગળ, વાંચો કેટલા લોકોનાં હ્રદયમાં જીવે છે સુરતીઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati