Surat : આને મમતાનાં નામે કલંક લગાડ્યુ, 18 દિવસની નવજાત બાળકીને તાપીમાં ફેંકી દેતા પોલીસ-ફાયર વિભાગમાં દોડધામ

એક મહિલાએ પોતાની 18 દિવસની બાળકીને ગઈકાલે સાંજે હોપપુલ પરથી તાપી નદીમાં ફેંકી દેવાની વાત પોલીસ સુધી પહોંચી હતી. અને પોલીસે આ અંગેની જાણ સુરત ફાયર વિભાગને કરી હતી. પરંતુ અત્યારસુધી આ બાળકીનો કોઈ અત્તો પત્તો મળી  શક્યો નથી

Surat : આને મમતાનાં નામે કલંક લગાડ્યુ, 18 દિવસની નવજાત બાળકીને તાપીમાં ફેંકી દેતા પોલીસ-ફાયર વિભાગમાં દોડધામ
Surat: Mother throws 18-day-old baby in Tapi
TV9 GUJARATI

| Edited By: Parul Mahadik

Nov 13, 2021 | 5:54 PM

સુરતમાં નવજાત બાળકોને(infant ) તરછોડવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઉન્ન વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાની 18 દિવસની બાળકીને તાપી નદીમાં ફેંકી દીધું હોવાનું જણાવતા સુરત પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. 

એક મહિલાએ પોતાની 18 દિવસની બાળકીને ગઈકાલે સાંજે હોપપુલ પરથી તાપી નદીમાં ફેંકી દેવાની વાત પોલીસ સુધી પહોંચી હતી. અને પોલીસે આ અંગેની જાણ સુરત ફાયર વિભાગને કરી હતી. પરંતુ અત્યારસુધી આ બાળકીનો કોઈ અત્તો પત્તો મળી  શક્યો નથી. મળતી માહિતી પ્રમાણે ઉન વિસ્તારમાં રહેતી શાહીન શેખ નામની મહિલાએ સચિન જીઆઇસીડીસી પોલીસમાં હાજર રહીને સૌથી પહેલા તો તેની 18 દિવસની બાળકીને કોઈ ઉઠાવી ગયું હોવાની વાત કરી હતી.

માતાની ફરિયાદને પગલે પોલીસ ગંભીર થઇ ગઈ હતી. અને માતાની સઘન પૂછપરછ કરતા તેણીએ ગોળ ગોળ જવાબ જ આપ્યા હતા. અંતે તેને પોલીસને જે જણાવ્યું તેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. શાહીને પોલીસને જણાવ્યું કે ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ તેણે તેની 18 દિવસની બાળકીને હોપપુલ પરથી તાપી નદીમાં ફેંકી દીધી હતી. જે બાદ સુરત પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે.

ઘરકંકાસની સજા બાળકને મળી 

જો કે સમગ્ર ઘટના પાછળ મહિલા અને તેના પતિ વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. પતિ પત્ની વચ્ચે છેલ્લા ત્રણ ચાર દિવસથી ઘર કંકાસ ચાલી રહ્યું હતું. ગઈકાલે પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. અને તે બાદ મહિલા બાળકીને લઈને હોપપુલ પર પહોંચી ગઈ હતી અને બાળકીને ફેંકી દીધા બાદ ઘરે ચાલી ગઈ હતી.

ઘરે ગયા બાદ ફરી પતિ વચ્ચે ઝઘડો થતા રાત્રે બારેક વાગ્યાના સુમારે આ મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. અને ત્યાં મહિલાએ ઝઘડા બાબતે જણાવવાની સાથે બાળકીને તાપીમાં ફેંકી દીધી હોવાની પણ વાત કરી હતી. જે બાદ સુરત પોલીસે અલગ અલગ ટિમો બનાવીને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. અને ફાયરની ટિમ દ્વારા હોપપુલ ચોકબજારથી લઈને મગદલ્લા સુધી તાપી નદી ખૂંદી વળવામાં આવી હતી. પરંતુ હજી સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

આ પણ વાંચો : સુરત : કડોદરામાં ભાજપ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર કર્યા પ્રહારો

આ પણ વાંચો : Surat : સુરત એરપોર્ટ ધમધમવા લાગ્યું, ગો ફર્સ્ટ દ્વારા હવે ગોવા અને જયપુરની ફ્લાઇટ શરૂ કરવાની તૈયારી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati