Surat : RTOમાં રોજ 500 વાહનોમાં લાગી રહી છે HSRP નંબર પ્લેટ, હજી સાત લાખ વાહનો બાકી

તેની સામે રોજની 400 જેટલી અરજીઓ નવી નંબર પ્લેટ ફિટ કરાવવા માટે આરટીઓ પાસે આવી રહી છે. આ પહેલા વાહનચાલકોમાં એટલી જાગૃતિ ન હતી, પરંતુ આ વખતે સમય મર્યાદા વધારવામાં નહીં આવતા લોકો સતર્ક થઇ ગયા હતા.

Surat : RTOમાં રોજ 500 વાહનોમાં લાગી રહી છે HSRP નંબર પ્લેટ, હજી સાત લાખ વાહનો બાકી
Surat: In RTO, 500 vehicles are getting HSRP number plates every day, yet seven lakh vehicles are left
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 8:28 PM

સુરતના ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ એટલે કે HSRP પ્લેટ લગાવવાનું ફરજીયાત છે. વર્ષ 2019થી આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ઘણા લોકોએ આ નંબર પ્લેટ લગાવી દીધી હતી. અને જે લોકોના વાહનો પર આ નંબર પ્લેટ નહોતી તેઓને દંડ પણ ફટકારવામાં આવ્યા હતા. 

હવે મહિનામાં 3 હજાર જેટલી અરજીઓ આ HSRP નંબર પ્લેટ લગાવવા માટે આરટીઓમાં આવી રહી છે. બધા જ વાહનોમાં આ નંબર પ્લેટ લગાવવાનું કામ ઝડપથી પૂર્ણ થઇ શકે તે માટે રોજના બે ગણા કરતા પણ વધારે વાહનોમાં આ નંબર પ્લેટ ફિટ કરાવવામાં આવી રહી છે. હાલ સુરત આરટીઓમાં રોજના 500 જેટલા વાહનોમાં આ નંબર પ્લેટ લગાવવામાં આવી રહી છે.

તેની સામે રોજની 400 જેટલી અરજીઓ નવી નંબર પ્લેટ ફિટ કરાવવા માટે આરટીઓ પાસે આવી રહી છે. આ પહેલા વાહનચાલકોમાં એટલી જાગૃતિ ન હતી, પરંતુ આ વખતે સમય મર્યાદા વધારવામાં નહીં આવતા લોકો સતર્ક થઇ ગયા હતા. અને એ વાતથી વાકેફ થઇ ગયા હતા કે હવે નંબર પ્લેટ નહીં લગાવવાથી મેમો અને દંડ ફટકારવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શહેરમાં 33 લાખ વાહનો :  સુરત શહેરમાં કુલ 33 લાખ વાહનો રસ્તા પર દોડી રહ્યા છે. જેમાંથી હજી પણ સાત લાખ જેટલા વાહનોમાં એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાવવાની બાકી છે. નવી નંબર પ્લેટ લગાવવા માટે શહેરમાં જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. જેથી આરટીઓ કચેરીમાં આવીને લોકો નવી નંબર પ્લેટ લગાવી શકે.

શું કરવામાં આવી છે તૈયારી ? આરટીઓ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પાછલા દિવસોમાં કેમ્પ લગાવીને લોકોને એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં લોકો નંબર પ્લેટ બદલાવતા નથી. અધિકારીઓના કહેવા મુજબ ફરી એકવાર કેમ્પ અને અભિયાન કરીને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેથી એચ.એસ.આર.પી. નંબર પ્લેટ લગાવવાનો 100 ટકા લક્ષયાંક હાંસિલ કરી શકાય. જોકે જે રીતે પાછલા કેટલાક દિવસોમાં ધસારો વધ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે લોકોમાં હવે નવી નંબર પ્લેટ લગાવવા માટે જાગૃતિ આવી રહી છે.

આ પણ વાંચો : સુરત: ખટોદરામાં બિલ્ડરની ઓફિસમાં થયેલી 90 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, બે ચોર ઝડપાયા

આ પણ વાંચો : Surat: ચેમ્બર ઓફ કોમર્સ ટ્રાવેલ કન્સલ્ટન્ટનો ત્રણ મહિનાનો અભ્યાસક્રમ શરૂ કરશે

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">