Surat : દિવાળીમાં GSRTC ને વધારાની બસો દોડાવીને ફાયદો, ત્રણ જ દિવસમાં 2.14 કરોડની થઇ આવક

જીએસઆરટીએસીના સુરત ડિવિઝનના ડાયરેક્ટર સંજય જોશીના જણાવ્યા પ્રમાણે દિવાળી તહેવાર દરમ્યાન મુસાફરોની ભારે ભીડને જોતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર સહીત બીજા સ્થળો માટે બસો ચલાવવામાં આવી રહી છે.

Surat : દિવાળીમાં GSRTC ને વધારાની બસો દોડાવીને ફાયદો, ત્રણ જ દિવસમાં 2.14 કરોડની થઇ આવક
Surat ST Bus Depo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 3:02 PM

ગુજરાત રાજ્ય રોડ પરિવહન નિગમ સુરત વિભાગની દિવાળી એડવાન્સ બુકિંગની સાથે સાથે ધનવર્ષા સારા પ્રમાણમાં થઇ છે. અત્યાર સુધી જીએસઆરટીસીએ 30 ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી 1421 વધારાની બસો દોડાવીને ઓછામાં ઓછી 2.14 કરોડની વધારે રૂપિયાની આવક કરી છે. દિવાળી સ્પેશ્યલ બસોનુ સંચાલન સાંજે 4 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી લંબે હનુમાન રોડ ખાતે આવેલા એસટી બસ ડેપોથી કરવામાં આવી રહ્યું છે. 

જીએસઆરટીએસીના સુરત ડિવિઝનના ડાયરેક્ટર સંજય જોશીના જણાવ્યા પ્રમાણે દિવાળી તહેવાર દરમ્યાન મુસાફરોની ભારે ભીડને જોતા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર સહીત બીજા સ્થળો માટે બસો ચલાવવામાં આવી રહી છે. સીઝન શરૂ થવાના પહેલા જ મુસાફરો દ્વારા 350 થી વધારાની બસોનું બુકીંગ કરી દેવામાં આવ્યું હતું.

હીરાના કારખાનામાં કામ કરનારા રત્નકલાકારો માટે સોસાયટીથી પોતાના ગામ સુધી બસો દોડાવવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે 30 ઓક્ટોબર સુધી સ્પેશ્યલ બસો દોડાવવામાં આવી રહી છે. પરંતુ 3 નવેમ્બરે સૌથી વધારે એક જ દિવસમાં 250 થી વધારે બસો રવાના કરવામાં આવી હતી. તેના કારણે ગુજરાત રાજ્ય રોડ પરિવહન નિગમ, સુરતને 39 લાખ 90 હજાર 760 રૂપિયાની આવક થઇ હતી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સુરતથી અમરેલી, સાવરકુંડલા, ભાવનગર, મહુવા, ગારિયાધાર, જૂનાગઢ, રાજકોટ, તાલાળા , ગઢડા, જામનગર, અમદાવાદ, પાલનપોર, ઝાલોદ અને દાહોદ સહીત અલગ અલગ સ્થળ પર પહોંચવા માટે લોકો મોટી સંખ્યામાં બસ સ્ટેશન પહોંચી રહ્યા છે. આમ, દિવાળી સમયમાં વધારાની બસો દોડાવીને એસટી વિભાગને સૌથી વધારે આવક પણ થઇ છે.

નોંધનીય છે કે ગયા વર્ષે કોરોના તેમજ લોકડાઉનને કારણે લોકો દિવાળીમાં જઈ શક્યા ન હતા. પરંતુ હવે જયારે કેસો ઓછા થયા છે અને પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવ્યા છે. ત્યારે પોતાના વતન જવા તેમજ હરવા ફરવા જવા માટે સુરતીઓએ દોટ મૂકી છે. વતન કે ગામ જવાની સાથે સાથે ચાલુ વર્ષે દિવાળી વેકેશનમાં મિત્રો અને સબંધીઓ સાથે હરવા ફરવા માટે પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને આ જ કારણ છે કે સુરત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર વધારાની બસો અને ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો : Surat : દિવાળી પછી હવે છઠપૂજા માટે વતન જનારાઓને કારણે રેલવે સ્ટેશન પર જોવા મળી ભીડ

આ પણ વાંચો : Surat : રબર ગર્લ તરીકે ઓળખાતી આ દીવ્યાંગ બાળકીની અનોખી સિદ્ધિ, રાષ્ટ્રપતિના હસ્તે મળશે રાષ્ટ્રીય એવોર્ડ

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">