Surat : કોરોનાના નવા વેરિએન્ટ જાણવા માટે, કોરોનાના તમામ દર્દીઓના હવે જિનોમ સિકવન્સીંગ કરાશે

સુરતમાં કોરોનના નવા વેરિએન્ટ જાણવા હવે સુરતમાં જ જિનોમ સિકવન્સીંગની પ્રક્રિયા શરૂ. રિઝલ્ટ જલ્દી મેળવી શકાશે.

Surat : કોરોનાના નવા વેરિએન્ટ જાણવા માટે, કોરોનાના તમામ દર્દીઓના હવે જિનોમ સિકવન્સીંગ કરાશે
Genome sequencing of all corona patients in Surat to know new variants
Follow Us:
| Updated on: Jul 30, 2021 | 3:51 PM

Surat  સુરતમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે.(corona ) બીજી લહેર ઓસરવાની રાહત હવે તંત્રે પણ લીધી છે. પણ ખતરો હજી ટળ્યો નથી કારણ કે ત્રીજી લહેર(third wave )ગમે ત્યારે ત્રાટકી શકે છે. અને હવે શક્યતા એવી પણ છે કે કોરોના તેના વેરિયન્ટ બદલી શકે છે. એટલે કે કોરોના હવે તેનું સ્વરૂપ બદલે તેવી સંભાવના છે. પરંતુ તેની સામે પણ તંત્રે પુરી તૈયારી કરી લીધી છે.

કોરોનના બદલાતા મ્યુટન્ટને કારણે જિનોમ સિકવન્સીંગમાં(genome sequencing) તેની તપાસ કરવી ખુબ જરૂરી હતી. શહેરમાં કોરોનાની બીજી લહેર આવી ત્યારે સાઉથ આફ્રિકન અને યુકે સ્ટ્રેનના 2 જ કેસ હતા. અને તેઓના નજીકમાં સંપર્કમાં આવેલા વ્યક્તિઓના સેમ્પલ જિનોમ સિકવન્સીંગ માટે પુણે મોકલવામાં આવ્યા હતા. પણ હવે તેના પરિણામ આવતા એક મહિના જેટલો સમય નીકળી જતો હતો. જોકે હવે એવું નહિ થાય.

કોરોના વાયરસના મ્યુટન્ટને જલ્દીથી ઓળખી શકાય તે માટે સુરતમાં જ જિનોમ સિકવન્સીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેથી હવે તેના રિપોર્ટ ઝડપથી મેળવી શકાય. હાલમાં મનપા દ્વારા રોજના 8 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અને માત્ર સાત કે આઠ જ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. આ તમામ દર્દીઓના સેમ્પલ જિનોમ સિકવન્સીંગ માટે પણ મોકલવામાં આવી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રાજ્ય સરકારની મંજૂરી બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી ખાતે જિનોમ સિક્વન્સ મશીન મુકવામાં આવ્યું છે. આ લેબને રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. પણ હવે કોરોના જો તેનું સ્વરૂપ બદલે તો તે ઝપડથી પારખી શકાય તે માટે હવે કોરોનાના જેટલા પણ દર્દીઓ નોંધાશે તેમના તમામ દર્દીઓના રિપોર્ટનું જિનોમ સિકવન્સીંગ કરવામાં આવશે.

જેથી ભવિષ્યમાં કોરોનાના સ્ટ્રેનની ચકાસણી સુરતમાં જ થઇ શકે. આ અમેરિકન મશીન છે. જેની કિટની કિંમત લાખોમાં છે. આ મશીનમાં એકસાથે 96 સેમ્પલ મૂકી શકાય છે. અને સાત દિવસની પ્રક્રિયા બાદ જાણી શકાય છે કે કોરોનાનો  કયો વેરિયેન્ટ તેમાં હાજર છે. અગાઉ પોઝિટિવ કેસના પાંચ ટકા દર્દીના જ સેમ્પલ જિનોમ સિકવન્સીંગ માટે મોકલવામાં આવતા હતા. જોકે હાલમાં કેસની સંખ્યા સિંગલ ડિજીટમાં હોવાથી તમામ દર્દીના સેમ્પલ મોકલવામાં આવશે.

આ પણ વાંચો :  Surat : બ્યુટીપાર્લરના નામે જાહેરાત કરી છેતરપિંડી કરનાર ટીમનો પર્દાફાશ, સાયબર સેલે 2 વ્યક્તિની કરી ધરપકડ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">