Surat : 7 મહિનામાં કાપડ માર્કેટના વેપારીઓ સાથે રૂ.1200 કરોડથી વધુની ઠગાઈ, વેપારીઓમાં રોષની લાગણી

કાપડ માર્કેટમાં ઘણા સારા એજન્ટોની એજન્સીઓ છે. જેમાંથી છુટા થઈને નવા નવા એજન્ટો પોતાની એજન્સીઓ શરૂ કરે છે. જે વેપારીને સારા વેપારની આશાએ વેપાર તો અપાવે છે.

Surat : 7 મહિનામાં કાપડ માર્કેટના વેપારીઓ સાથે રૂ.1200 કરોડથી વધુની ઠગાઈ, વેપારીઓમાં રોષની લાગણી
Surat: Fraud of over Rs 1,200 crore with textile market traders in 7 months
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 3:09 PM

કોરોનાના(Corona ) કેસો ઓછા થવાની સાથે જ સામી દિવાળીએ(Diwali ) વેપારમાં તેજી જોવા મળી રહી છે. તો બીજી તરફ છેલ્લા સાત મહિનામાં કાપડ માર્કેટમાંથી વેપારી સંગઠનોની 40 મિટિંગમાં રૂ. 1200 કરોડથી વધુની ઠગાઈની ફરિયાદો નોંધાઈ છે. શહેરમાં 165 થી પણ વધુ માર્કેટમાં 75 હજાર કરતા વધુ કાપડ વેપારીઓ વેપાર કરે છે. જેઓ ફેડરેશન ઓફ ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન, વેપાર પ્રગતિ સંઘ, સાઉથ ગુજરાત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન, જેવી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે.

કોરોનાના કારણે કાપડ માર્કેટમાં રૂપિયાની ખેંચતાણ વધી છે. સુરત મર્કન્ટાઈલ એસોસિયેશન દ્વારા છેલ્લા સાત મહિનામાં દર રવિવારે વેપારીઓ સાથે કરવામાં આવી રહેલી મીટીંગનો આંક 40 ને પાર થયો છે. 40 રવિવારની મિટિંગમાં કિલ 5668 પેમેન્ટ ફસાયા ની અરજીઓ આવી છે. જેમાં 1200 કરોડથી વધારાનું પેમેન્ટ ફસાયું હોવાની ઘટના સામે આવી છે. 95 ટકા બનાવતી કાપડ એજન્ટો કે બ્રોકરોના કારણે વેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાનું સામે આવ્યું છે.

મૂળ પેઢીથી અલગ થયેલા એજન્ટ નુક્શાનરુપ  કાપડ માર્કેટમાં ઘણા સારા એજન્ટોની એજન્સીઓ છે. જેમાંથી છુટા થઈને નવા નવા એજન્ટો પોતાની એજન્સીઓ શરૂ કરે છે. જે વેપારીને સારા વેપારની આશાએ વેપાર તો અપાવે છે. પરંતુ જયારે પેમેન્ટ ફસાય છે, ત્યારે તેઓ નિરાકરણ લાવી શકતા નથી.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

મિલ માલિકોને જોબ ચાર્જ અંગે વિનંતી કરવામાં આવશે વેપાર પ્રગતિ સંઘના સીએ સંજય જગનની જણાવે છે કે મિલોમાં જે ચાર્જ નક્કી કરીને માલ ઇન્વર્ડ કરાવ્યો હોય તે જ ચાર્જ લઈને ડિલિવરી આપવામાં આવશે. જોબ કરતા પહેલા વેપારીઓ સાથે ચર્ચા કરીને જોબચાર્જ નક્કી કરી લેવામાં આવશે, અને નક્કી કરેલા દિવસોમાં જ ડિલિવરી આપવા વિનંતી પત્ર આપવામાં આવશે.

માલની ડિલિવરી વખતનો ભાવ વસુલ કરાશે  પ્રોસેસિંગ મિલન રો મટિરિયલ્સના ભાવમાં સતત વધારો થવાને લીધે રોજેરોજ નવા ભાવ આવી રહ્યા છે. તેના કારણે કાપડ માર્કેટના વેપારીઓએ પણ વેપાર કરવા માટે નવા ધારાધોરણ શરૂ કર્યા છે. તેમાં પણ માલ ખરીદનાર વેપારી જે સમયે બુકીંગ કરાવે ત્યારનો નહીં પણ ડિલિવરી લે તે સમયનો ભાવ વસુલ કરશે તેવી શરતો સાથે જ હવે માલનું બુકીંગ કરાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Surat : મનપાના 8 હજારથી વધુ આવાસો સામે 23 હજારથી વધારે લાભાર્થીઓએ ભર્યા ફોર્મ, ડ્રો મારફતે થશે મકાનોની ફાળવણી

આ પણ વાંચો : Surat : ડિસેમ્બરના અંત સુધીમાં ડ્રિમ સિટીના પહેલા ફેઝનું કામ પૂર્ણ થશે, વડાપ્રધાનને આવકારવા ગુજરાતનો શ્રેષ્ઠ ગેટ પણ તૈયાર કરાશે

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">