Surat : કોરોનામાં મોતને ભેટેલા વધુ 216 પરિવારજનોને આર્થિક સહાયનું વિતરણ વિતરણ કરવામાં આવ્યું

સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા હાલમાં કોરોનાને લીધે મૃત્યુ પામેલ લોકોની યાદી મોકલવામાં આવી છે. જેના આધારે તેઓના પરિવારના સભ્યોનો સંપર્ક કરીને તેમની પાસે સરકારની ગાઇડલાઇન મુજબ જરૂરી દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા છે.

Surat : કોરોનામાં મોતને ભેટેલા વધુ 216 પરિવારજનોને આર્થિક સહાયનું વિતરણ વિતરણ કરવામાં આવ્યું
Corona Death Financial Assistance
Follow Us:
| Updated on: Nov 27, 2021 | 5:48 PM

સુપ્રીમ કોર્ટના (Supreme Court )સખ્ત વલણ બાદ કોરોનામાં(Corona ) મોતને ભેટેલા લોકોના પરિવારજનોને વળતર આપવા માટે સરકાર દોડતી થઈ છે. જેના ભાગ રૂપે ગઈકાલે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા કોરોનામાં મોતને ભેટેલા 44 લોકોના સ્વજનોને રૂ. 50 હજારનુ વળતર ચુકવવા માટે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. જયારે આજે બપોર સુધી વધુ 216 પરિવારજનોને આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે સુરત શહેરમાં 1468 તથા સુરત જિલ્લામાં 487 લોકો કે જેઓનુ કોરોનાને કારણે મોત થયુ છે તેમના પરિવારજનોને આ સરકારી સહાય ચુકવવામાં આવશે.

જિલ્લા કલેકટર દ્વારા ફોર્મ પર ગણતરીના કલાકોમાં જ મંજૂરી અપાઈ

કોરોના વાયરસને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચુકવવા માટેની કામગીરી શરૂ થતાની સાથે જ સુરતમાં ગણતરીના કલાકોમાં સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા રજૂ થયેલ ફોર્મ પર મંજૂરીની મહોર મારી છે. સરકારની યાદી પ્રમાણે સુરત શહેરમાં 1468 તથા ગ્રામ્ય વિસ્તારમાં 487 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા હતા. તંત્ર દ્વારા મૃત્યું પામેલા લોકોના પરિવારના સભ્યોને મળીને તેમની પાસેથી જરૂરી પુરાવાઓ એકત્ર કરીને તેઓને વળતર ચૂકવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

અત્યાર સુધીમાં સુરતમાં 181 તથા સુરત જિલ્લામાં 212 લોકોના ફોર્મ રજૂ થઈ ગયા છે. આ ફોર્મની જે તે કચેરીમાં ચકાસણી પણ કરવામાં આવી રહી છે. જે ફોર્મની ચકાસણી થઈ ગયા પછી કલેક્ટર સમક્ષ રજૂ થયા તેવા 44 ફોર્મને ગઈકાલે કલેક્ટર દ્વારા મંજૂરી આપીને તેમા પરીવાર જનોના ખાતામાં રૂ. 50 હજારની વળતર પણ જમા કરાવી દેવામાં આવ્યું છે. ત્યારબાદ આજે બપોર સુધીમાં 216 પરિવારજનોને કોવિડ-19 અંતર્ગત સરકાર દ્વારા નક્કી કરવામાં 50 હજાર રૂપિયાની આર્થિક સહાયના રકમ ચુકવી દેવામાં આવી છે.

સરકારે સુરતને 12 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી 

રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને સહાય કરવા માટે જે તે કલેક્ટરને ગ્રાન્ટ આપવામાં આવી છે. જેમાં સુરત જિલ્લા માટે રૂ. 12 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં સુરત માટે રૂ. 10 કરોડ અને સુરત જિલ્લા માટે રૂ. 2 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

60 પરિવારના સભ્યોએ સહાય લેવાની ના પાડી 

સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા હાલમાં કોરોનાને લીધે મૃત્યુ પામેલ લોકોની યાદી મોકલવામાં આવી છે. જેના આધારે તેઓના પરિવારના સભ્યોનો સંપર્ક કરીને તેમની પાસે સરકારની ગાઇડલાઇન મુજબ જરૂરી દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા છે. જો કે સુરતમાં હાલમાં 60 મૃતકના પરિવારના સભ્યોએ જરૂરી દસ્તાવેજો આપવાની ના પાડી છે અને હાલમાં તેઓએ આ વળતર લેવાની ના પાડી છે.

આ પણ  વાંચો : ગુજરાતની તમામ નગરપાલિકામાં વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે: ધનસુખ ભંડેરી

આ પણ  વાંચો : અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ટીમ પર પથ્થરમારો કરાયો

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">