Surat: હીરા ઉદ્યોગમાં તેજી, પણ ડાયમંડ વર્કર્સની મુશ્કેલીઓ ત્યાંના ત્યાં, કલેકટરને કરવામાં આવી રજૂઆત

સુરતમાં હીરાઉદ્યોગ સાથે મોટી સંખ્યામાં લોકો સંકળાયેલ છે. જેમાં ખાસ કરીને સુરતમાંથી લાખોની સંખ્યામાં લોકો પોતાના વતન જતા હોય છે. અને દિવાળીમાં વધુ કામ પણ કરતા હોય છે. ત્યારે તેમની માંગને લઈને તેઓએ રજૂઆત કરી છે.

Surat: હીરા ઉદ્યોગમાં તેજી, પણ ડાયમંડ વર્કર્સની મુશ્કેલીઓ ત્યાંના ત્યાં, કલેકટરને કરવામાં આવી રજૂઆત
Surat: Demand for compensation of bonus and overtime to diamond workers in Diwali
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 21, 2021 | 1:31 PM

હાલ ચાલી રહેલ સુરતના હીરાઉદ્યોગમાં તેજીના માહોલના પગલે સાડા છ લાખથી પણ વધુ રત્નકલાકારો પાસે ઓવરટાઈમ કામ લેવામાં આવી રહ્યું છે. પરંતુ આ રત્ન કલાકારોને ઓવરટાઈમનું યોગ્ય વળતર અને બોનસ ચુકવવામાં આવી રહ્યું નથી. સાથે જ હાલ જ એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તરફ વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. જો કે ગીર-ગઢડા, કોડીનાર અને ઉના ખાતે એક્સ્ટ્રા બસોની ફાળવણી નહિ કરી પંચાસ હજાર જેટલા રત્ન કલાકારો જોડે અન્યાય પણ કરવામાં આવી રહ્યો છે.

આ દરેક વાતને લઈ સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે હીરાનગરી સુરત શહેરમાં ડાયમંડ વ્યવસાયમાં હાલ તેજીનો માહોલ ચાલી રહયો છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજુઆત કરતાં ભાવેશ ટાંકે જણાવ્યું હતુ કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે હીરાઉદ્યોગમાં ખુબ જ સારી તેજીનો માહોલ ચાલી રહયો છે ત્યારે હીરાઉદ્યોગના રત્નકલાકારોને દિવાળીનું બોનસ અને ઓવર ટાઈમનું વળતર ચુકવવામાં આવતું નથી. જે રત્નકલાકારો સાથે અન્યાય થઈ રહ્યો છે.

ત્યારે કોરોના સમયે રત્નકલાકારો બેકાર બન્યા હતા આર્થિક સંકડામણ ભોગવી હતી ત્યારે તેજીના સમયે રત્નકલાકારોને મદદ મળવી જોઈએ. આ સાથે દિવાળી મહિનામાં સવારે 8 થી રાતના 9 થી 10 વાગ્યા સુધી રત્નકલાકારો પાસે ઓવર ટાઈમ કરાવવામાં આવે છે. જેનું વેતન પણ ચુકવવામાં આવતું નથી. તતો બસની વાત કરીએ તો ગીરગઢડા, ઉના અને કોરીનારનો એસટી બસમાં સ્ટોપેજ આપવામાં આવ્યો નથી. લગભગ 50 હજારથી વઘારે હીરામાં કામ કરતાં કામદારો અહી વસવાટ કરી રહ્યા છે. તો તેમના માટે ગીરગઢડા, ઉના અને કોરીનાર માટે એકસ્ટ્રા બસ ફાળવવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલકેટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સુરતમાં હીરાઉદ્યોગ સાથે મોટી સંખ્યામાં લોકો સંકળાયેલ છે. જેમાં ખાસ કરીને સુરતમાંથી લાખોની સંખ્યામાં લોકો પોતાના વતન જતા હોય છે. તો ખાનગી બસ સંચાલકોએ બસના ભાડા વધાર્યા છે તેના પર તંત્ર દ્વારા લગામ કરસવી જરૂરુ છે.

આ પણ વાંચો: Ahmedabad : નિકોલમાં 11 લાખની ચાંદીની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, આંખમાં મરચું નખાવી લૂંટનું નાટક કર્યું

આ પણ વાંચો: શાકભાજીની ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવું હોય તો સ્ટેકિંગ પદ્ધતિ અપનાવો, ઉત્પાદનની સાથે આવક પણ વધશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">