જોખમી રીતે જન્મ દિવસની ઉજવણી કરનારા સામે પોલીસ કરશે કાર્યવાહી, આ શહેરની પોલીસે બહાર પાડ્યું જાહેરનામું

જોખમી રીતે જન્મ દિવસની ઉજવણી કરનારા સામે પોલીસ કરશે કાર્યવાહી, આ શહેરની પોલીસે બહાર પાડ્યું જાહેરનામું
તસ્વીર પ્રતિકાત્મક છે.

સુરત પોલીસે જન્મ દિવસની ઉજવણીને લઈને નિયમો કડક બનાવી દીધા છે. પોલીસ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને જોખમી રીતે જન્મદિવસની ઉજવણી કરનારાઓ પર લગામ કસવાનું શરુ કર્યું છે. આ પણ વાંચો: પોલીસ અધિકારીને આવ્યો ગુસ્સો, કહ્યું ‘ગાડીમાંથી મારી લાકડી લાવો’, વીડિયો થયો વાયરલ સુરતમાં જાહેર રસ્તાઓ બાગ બગીચા કે સ્કૂલમાં જોખમી રીતે જન્મ દિવસની ઉજવણી […]

TV9 WebDesk8

|

May 13, 2019 | 5:32 PM

સુરત પોલીસે જન્મ દિવસની ઉજવણીને લઈને નિયમો કડક બનાવી દીધા છે. પોલીસ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને જોખમી રીતે જન્મદિવસની ઉજવણી કરનારાઓ પર લગામ કસવાનું શરુ કર્યું છે.

આ પણ વાંચો: પોલીસ અધિકારીને આવ્યો ગુસ્સો, કહ્યું ‘ગાડીમાંથી મારી લાકડી લાવો’, વીડિયો થયો વાયરલ

સુરતમાં જાહેર રસ્તાઓ બાગ બગીચા કે સ્કૂલમાં જોખમી રીતે જન્મ દિવસની ઉજવણી કરતા પહેલા ચેતી જજો. જો આમ નહીં કરવામાં આવે  તો પોલીસ વિભાગ કાર્યવાહી કરશે. સુરત પોલીસ કમિશનરે જોખમી રીતે જન્મ દિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધ મુક્યો છે.  સેલોટેપ લગાડી કે કેમિકલ ફોમ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. રાત્રે જાહેર સ્થળો પર આવી રીતે જોખમી ઉજવણી કરનારાઓની હવે ખેર નથી. જો  ઉજવણી કરતાં પકડાશો તો કાર્યવાહી કરવામાં આવશે.  સુરતમાં સ્કૂલ કોલેજ, જાહેર સ્થળ બાગ બગીચામાં જન્મ દિવસની ઉજવણી નહીં કરી શકાય.

TV9 Gujarati

સોશિયલ મીડિયા પણ ઘણાં દિવસ પહેલાં એક એવો વીડિયો વાયરલ થયો હતો જેમાં યુવકને તેના જન્મ દિવસ પર મિત્રો દ્વારા સેલોટેપ વડે બાંધીને માર મારવામાં આવ્યો હતો. આ બાદમાં તેનું મૃત્યું થયું હતું. યુવકો જાહેર સ્થળો પર આવી રીતે ઉજવણી કરતાં અને મારામારી કરતાં તેમજ કેમિકલ ફોમનો ઉપયોગ કરતાં જોવા મળે છે. આ ઘટનાઓ પર લગામ આવે તે માટે સુરત પોલીસ દ્નારા જોખમી રીતે જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati