Surat Corona Vaccine: સુરતમાં વેક્સિન ખુટી પડી, આજે ડ્રાઈવ બંધ રહેવાની SMCએ કરી જાહેરાત

Surat Corona Vaccine: સુરતમાં કોરોના વાઈરસનાં કહેર વચ્ચે મોટા સમાચાર એ આવી રહ્યા છે કે સુરતમાં વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો છે. વેક્સિનનો જથ્થો ખુટી પડવાનાં કારણે આજે વેક્સિનેશન ડ્રાઈવ આજે બંધ રાખવામાં આવશે.

| Updated on: Apr 07, 2021 | 8:41 AM

Surat Corona Vaccine: સુરતમાં કોરોના વાઈરસનાં કહેર વચ્ચે મોટા સમાચાર એ આવી રહ્યા છે કે સુરતમાં વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો છે. વેક્સિનનો જથ્થો ખુટી પડવાનાં કારણે આજે વેક્સિનેશન ડ્રાઈવ આજે બંધ રાખવામાં આવશે. આવતીકાલથી ડ્રાઈવ ફરી શરૂ થઈ જશે. સુરત મહાનગરપાલિકા દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે.

સુરત રાજ્યનું સૌથી સંક્રમિત શહેર બની ચૂક્યું છે. શહેર-જિલ્લામાં રોજેરોજ પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે તો કોરોનાથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જોકે સંક્રમણ રોકવા તંત્ર યુદ્ધના ધોરણે પ્રયાસો કરી રહ્યું છે ત્યારે સુરતની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સ્થિતિ પર નજર કરીએ તો કોવિડ હોસ્પિટલમાં કુલ 5,222 બેડની વ્યવસ્થા છે.

જેમાં ન્યુ સિવિલ હોસ્પિટલમાં 1,500 બેડ, સ્મીમેર હોસ્પિટલમાં 821 બેડ, ખાનગી હોસ્પિટલોમાં 2,451 બેડ, સમરસ હોસ્પિલમાં 450 બેડની વ્યવસ્થા છે જેમાંથી 49 ટકા એટલે કે 2,559 બેડ ભરેલા છે જ્યારે 51 ટકા એટલે કે 2,663 બેડ ખાલી છે. તો મહામારી વચ્ચે સુરતમાં વેન્ટિલેટરની માગમાં પણ વધારો થયો છે.

હાલ સુરતના આરોગ્ય તંત્ર પાસે માત્ર 717 વેન્ટિલેટર મશીનો ઉપલબ્ધ છે જેમાં સ્મીમેર હોસ્પિટલમાં 150, સિવિલ હોસ્પિટલમાં 260, ખાનગી હોસ્પિટલમાં 307 વેન્ટિલેટર મશીનો છે. જ્યારે 208 વેન્ટિલેટર સ્ટેન્ડ બાય છે જોકે હાલની સ્થિતિને જોતા તંત્રએ સરકાર પાસે વધુ નવા 500 વેન્ટિલેટર મશીનોની માગ કરી છે. મહત્વપૂર્ણ છે કે સુરત શહેરમાં કુલ 4,50 ઓક્સિજન બેડની વ્યવસ્થા છે.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">