Surat : બાગ બગીચાની જાળવણી PPP ધોરણે કરવા વિચારણા, SMC ને થશે લાખોની બચત

Surat : સુરત મહાનગરપાલિકા દ્વારા બાગ બગીચાઓનુ પીપીપી ધોરણે જાળવણી કરવાની વિચારણા કરાઈ રહી છે. સુરતમાં આવેલા અનેક બાગ બગીચાઓની જાળવણી કરવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી છે.

Surat : બાગ બગીચાની જાળવણી PPP ધોરણે કરવા વિચારણા, SMC ને થશે લાખોની બચત
બાગ બગીચા જાળવણી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 02, 2021 | 12:50 PM

Surat : ગાર્ડનના મેન્ટેનન્સ માટે હવે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Coroporation) દ્વારા જન ભાગીદારીમાં કન્સેપ્ટ અમલી બનાવવા વિચારણા હાથ ધરવામાં આવી છે. સામાજિક સંસ્થા અને સામાજીક સંગઠન દ્વારા મહાનગરપાલિકા સમક્ષ પોતાની સંસ્થાની નજીકના ગાર્ડનના મેઇન્ટેનન્સની (Maintanance) જવાબદારી ઉપાડવા તૈયારી બતાવવામાં આવી છે.

શહેરના બાગ બગીચા ગાર્ડન વિભાગ(Garden Department) દ્વારા ડેવલપ કરવામાં આવે છે ત્યારબાદ ગાર્ડનના મેઇન્ટેનન્સ જવાબદારી જે તે ઝોન દ્વારા ઉઠાવવામાં આવે છે. પરિણામે ઘણી વખત સંકલનના અભાવે ગાર્ડન મેઇન્ટેન રાખવામાં સમસ્યા થાય છે. અને પ્રજાને મુશ્કેલી ઊભી થાય છે. જેના કારણે ગાર્ડનનું મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી જનભાગીદારીથી ઉઠાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કેટલીક સામાજિક સંસ્થાઓ જવાબદારી ઉઠાવવા આગળ આવી છે. તેથી પીપીઈ ધોરણે આ કામગીરી કરવાથી મહાનગરપાલિકાની ગાર્ડનના મેઇન્ટેનન્સ પાછળ થતાં ખર્ચમાં બચત થશે. આ સાથે જ ગાર્ડનનું મેઇન્ટેનન્સ ખાનગી સંસ્થાઓ દ્વારા હાથ ધરાનાર હોવાથી ગાર્ડન પણ યોગ્ય રીતે મેઇન્ટેઇન થઈ શકે તેવું છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

આ માટે જવાબદારી ઉપાડનાર સંસ્થાને કોઈ જાહેરાત કે અન્ય હક નહીં અપાશે. ફક્ત ગાર્ડનના નામની નીચે ગાર્ડન મેઇન્ટેનન્સ કરનારી સંસ્થા કે સમાજનું નામ લખવામાં આવશે.

નોંધનીય છે કે અત્યારસુધી ગાર્ડનના મેઇન્ટેનન્સની જવાબદારી ઝોન કક્ષાએ થતી હોવાથી ઝોન દીઠ અંદાજે 8 થી 10 લાખ જેટલો ખર્ચ થતો હતો. આમ 7 ઝોન પ્રમાણે જોવા જઈએ તો પાલિકાને અંદાજે 70 થી 80 લાખનો ખર્ચ ગાર્ડનના મેઇન્ટેનન્સ પાછળ ઉઠાવવો પડતો હતો. જોકે હવે પીપીઈ કોન્સેપ્ટ અમલી બનતા પાલિકાનું ભારણ ઘટશે.

ભૂતકાળમાં પણ કેટલાક ગાર્ડનનો ખાનગી સંસ્થાને અને ડેવલપરને ભાગીદારીથી મેન્ટેનન્સ માટે સોંપણી કરવામાં આવી છે. હવે મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં આ અંગે ચોક્કસ પોલીસી બનાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેનાથી મનપાને બચત થઈ શકે તેમ છે તેથી ઝડપથી આ પોલિસી અમલી બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">