Surat : એક મહિનામાં સુરત એરપોર્ટ પર સીઆઇએસએફનો બંદોબસ્ત ગોઠવાશે

ભારતમાં સુરત એરપોર્ટ એકમાત્ર એવું કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટ છે, જ્યાં સીઆઇસેફનો બંદોબસ્ત નથી. અહીં એરપોર્ટ અને પેસેન્જરોની સલામતીની વ્યવસ્થા સુરત પોલીસના 140 જવાનો પાસે છે. 

Surat : એક મહિનામાં સુરત એરપોર્ટ પર સીઆઇએસએફનો બંદોબસ્ત ગોઠવાશે
Surat: CISF will be deployed at Surat airport in a month
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 2:11 PM

બ્યુરો ઓફ એવિએશન સિક્યોરિટી અને કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા સુરતના કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટ (Custom Notified Airport )માટે 356  અધિકારીઓનું મહેકમ ગયા વર્ષે મંજુર કરવામાં આવ્યું હતું. પરંતુ સીઆઇએસએફના(CISF) સ્ટાફ માટે રહેઠાણની વ્યવસ્થા અને એરપોર્ટની અંદર જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું ન હોવાથી સીઆઇએસએફનો બંદોબસ્ત ગોઠવી શકાયો ન હતો. 

પરંતુ હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સીઆઇએસએફની સુવિધાઓ માટે ઇકવીપમેન્ટ ખરીદવા માટે ટેન્ડર ઇસ્યુ કરી દીધું છે. જેના કારણે ચાલુ વર્ષના  એરપોર્ટ પર સીઆઇએસએફનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. તત્કાલીન પોલીસ કમિશનર અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીના તે સમયના ડીજી રાકેશ અસ્થાનાએ 350 થી વધુ સીઆઇએસએફના જવાનોનો મહેકમ સુરત એરપોર્ટની રાઉન્ડ ઘી ક્લોક ચોવીસ કલાક સિક્યોરિટી માટે મંજુર કર્યું હતું.

પ્રારંભિક તબક્કામાં 150 જેટલા સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત પાઠવવામાં આવી શકે છે. અત્યારે સીઆઇએસએફના સ્ટાફ માટે જોઈનીંગ કટ ઓફ ડેટ ડિસેમ્બર મહિનાની રાખવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા સીઆઇએસએફના જે જવાનો એકલા આવવાના છે. અથવા જે જવાનો પરિવાર સાથે સુરત આવશે તેમના માટે રહેઠાણની વ્યવસ્થા શોધવામાં આવી રહી છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

એરપોર્ટ પરિસરના 10 કિલોમીટર ત્રિજ્યામાં તેમના માટે ભાડાના મકાનોની અને અધિકારીઓ માટે હાઉસ કે બંગલાની શોધ કરવામાં આવી રહી છે. ભારતમાં સુરત એરપોર્ટ એકમાત્ર એવું કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટ છે, જ્યાં સીઆઇસેફનો બંદોબસ્ત નથી. અહીં એરપોર્ટ અને પેસેન્જરોની સલામતીની વ્યવસ્થા સુરત પોલીસના 140 જવાનો પાસે છે.

સીઆઇએસફનો બંદોબસ્ત નહીં હોવાથી સ્થાનિક અને ઇન્ટરનેશનલ એરલાઇન્સ કંપની સુરત એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેટ કરવા માટે અચકાતી હતી. અને ઘણીવાર તેમના સુચનમાં સીઆઇએસએફનો મુદ્દો પણ ઉઠાવવામાં આવતો હતો. જોકે હવે એ સમસ્યા પણ દૂર થશે તેવું કહી શકાય છે.

રાજકોટ અને ભાવનગર જેવા ઓછા પેસેન્જર ટ્રાફિક ધરાવતા હોવા છતાં 250 જેટલા સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત ધરાવે છે. ટેરર અટેક, વીઆઈપી અવરજવર, બોમ્બની ધમકી જેવા ખતરા સામે સીઆઇએસએફની સિક્યોરિટી જરૂરી છે. ભારતમાં એવું કોઈ એરપોર્ટ નથી જ્યાં માસિક એરાઇવલ અને ટેકઓફ થતી ફ્લાઈટમાં 1લાખથી વધુ યાત્રીઓની અવરજવર હોય અને સીઆઇએસએફની સુરક્ષા ન હોય. હાલ સુરત એરપોર્ટ પર દૈનિક 50 થી વધુ ફ્લાઈટનું આવાગમન થઇ રહ્યું છે. તેવામાં હવે આગામી સમયમાં આ જવાનો સુરત આવતા સુરત એરપોર્ટની સિક્યોરિટીમાં પણ વધારો થશે.

આ પણ વાંચો : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, “હું મંત્રી નહી, પણ પોલીસ પરિવારનો સભ્ય છું”

આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">