Surat : હવે બોક્સ અને પ્લાસ્ટિક પેકેજિંગના ભાવમાં પણ 15 ટકા સુધીનો વધારો, વેપારીઓના નફા પર પડી અસર

ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોનાના કારણે માત્ર 7 દિવસનો જ વેપાર માટે સમય મળ્યો હતો.

Surat : હવે બોક્સ અને પ્લાસ્ટિક પેકેજિંગના ભાવમાં પણ 15 ટકા સુધીનો વધારો, વેપારીઓના નફા પર પડી અસર
Surat: Box and plastic packaging prices now rise by up to 15 per cent, affecting traders' profits
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 8:09 AM

સાડી (Saree )અને ડ્રેસ મટિરિયલ્સને(Dress Materials ) પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા બોક્સ (box ) અને પ્લાસ્ટિકના ભાવમાં 10 થી 15 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. પેકેજીંગ ઈન્ડસ્ટ્રીઝમાં પણ રો મટિરિયલ્સની અછતને કારણે ભાવવધારો અમલી કરવામાં આવ્યો છે. દિવાળીનો સમય અને લગ્નસરાની સીઝન કાપડ માર્કેટ માટે ખુબ મહત્વની હોય છે. હાલ બંને મોટા તહેવારો સામે છે ત્યારે વેપારીઓને માથે એક નવી મુસીબત આવી છે.

દરમ્યાન હાલ નવરાત્રી અને દિવાળીના તહેવારને પગલે બહારગામથી વેપારીઓ સાડી, ડ્રેસ મટીરીયલ્સ સહિતનું કાપડ મટીરીયલ્સ ખરીદવા માટે સુરત આવ્યા લાગ્યા છે. કોરોનાની બીજી લહેર શાંત પડતા જ સુરતના વેપારીઓને પણ ઉત્તરના રાજ્યો અને ડકશું ભારતમાંથી સારા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે.

શહેરમાંથી 300 થી વધુ ટ્રકો દ્વારા કાપડની ડિલિવરી થઇ રહી છે. તહેવારની સીઝન તેજી પકડી રહી છે. ત્યારે સાડી અને ડ્રેસ મટિરિયલ્સને પેક કરવા માટે વપરાતા બોક્સ અને પ્લાસ્ટિકના પેકેજીંગના દરમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. પેકેજીંગ ઈન્ડસ્ટ્રીઝમાં પણ રો મટિરિયલ્સની અછતને કારણે આ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 10 થી 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે ગત વર્ષે કોરોનાના કારણે માત્ર 7 દિવસનો જ વેપાર માટે સમય મળ્યો હતો. આ વખતે કોરોનાનું સક્ર્મણ ઓછું થતા માર્કેટો રાબેતા મુજબ ચાલી રહી છે. ત્યારે પ્રોસેસિંગ ચાર્જમાં વધારો તેમજ ટ્રાન્સપોર્ટ ચાર્જ અને પેકેજીંગ ચાર્જમાં પણ વધારો થતા તેની સીધી અસર વેપારીઓના નફા પર પડી રહી છે.

આમ પ્રોસેસર્સ દ્વારા જોબચાર્જનાં ભાવમાં વધારો, ટ્રાન્સપોર્ટરો દ્વારા ભાડામાં વધારા બાદ હવે સાડી ડ્રેસ મટીરીયલ્સ વગેરે પેકીંગ કરવા માટે વપરાતા બોક્સ અને વિવિધ પ્લાસ્ટિકના ભાવમાં પેકેજીંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લગભગ 15 ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવતા વેપારીઓની સ્થિતિ તહેવારો ટાણે જ કફોડી બની ગઈ છે.

કોરોના પછી માંડ માંડ ટેક્સ્ટાઇલ ઉધોગ પાટે ચડી રહ્યો છે. વેપારીઓને ઓર્ડર મળવા લાગ્યા છે. તો બીજી તરફ રો મટિરિયલ્સ, જોબ ચાર્જ, ભાડું, ટ્રાન્સપોર્ટેશન અને હવે પ્લાસ્ટિક પેકેજીંગના ભાવ વધારતા માર્કેટની હાલત કફોડી થઇ છે.

આ પણ વાંચો : Surat : ડાયમંડ સ્ટડેડ જવેલરીની ડિમાન્ડ વધતા સુરતનાં વેપારીઓનાં દિવાળી પહેલા બખ્ખા

આ પણ વાંચો : સુરતના જમણ માટે હવે મનપા નવી નીતિ બનાવશે, મોબાઈલ ફૂડ કોર્ટ ચલાવનારા લોકો હવે કાયદાના દાયરામાં આવશે

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">