સુરત : કડોદરામાં ભાજપ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર કર્યા પ્રહારો

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આજના સંમેલનના જો સામેવાળા દ્રશ્યો જોશે તો આવનાર સમયમાં કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસમાંથી ટીકીટ માંગવાનું પણ માંડી દેશે.

સુરત : કડોદરામાં ભાજપ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર કર્યા પ્રહારો
Surat: BJP held a get-together in Kadodora, State President CR Patil lashed out at Congress
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Nov 13, 2021 | 4:17 PM

સુરત જિલ્લાના કડોદરા ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હાજર જનમેદનીને સંભોધતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.કડોદરાના અકળામુખી હનુમાનજીના મંદિરના પટાંગણમાં ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં હાજર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આજના સંમેલનના જો સામેવાળા દ્રશ્યો જોશે તો આવનાર સમયમાં કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસમાંથી ટીકીટ માંગવાનું પણ માંડી વાડશે, આ પ્રકારનું સંમેલન યોજવા કોંગ્રેસ પાસે આગેવાન કે કાર્યકરો પણ હોવા જોઈએ તેઓના ઘર તો ખાલી થઈ ગયા છે, સાથે જ હાલ ચાલી રહેલ ખેડૂતોના મુદ્દે પણ કોંગ્રેસ જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોની જમીન પાણીના ભાવે પડાવી લીધી, જ્યારે ભાજપે ખેડૂતોના પ્રશ્નને પોતાના પ્રશ્ન સમજી જમીન સંપાદન કરવાના બદલામાં કરોડો રૂપિયા ચૂકવ્યાનો દાવો પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કર્યો હતો.

પ્રમુખ સી.આર પાટીલે અધિકારીઓને પણ મોંઘમમાં ઘણું બધું કહી દીધું હતું, આવનાર સમયમાં કોઈપણ અધિકારી હોઈ તેઓના વિસ્તારના ધારાસભ્યનો નંબર ફરજીયાત ફોનમાં રાખવાનો રહેશે, અને ધારાસભ્યનો ફોન પણ ઉઠાવી ફરજિયાત કામ પણ કરવા જણાવ્યું હતું, તો બીજી તરફ સલમાન ખુરસિદે આર.એસ.એસની કામગીરીને જે આઈ.એસ.આઈ.એસ સાથે સરખાવતું લખાણ છે. તે મામલે પ્રશ્ન પૂછતાં સી.આર.પાટીલે દેશના લોકોની ભાવના સાથે કોંગ્રેસ રમત રમે છે જેથી કોંગ્રેસ નામશેષ થઈ ગયાનું જણાવ્યું હતું.

સ્નેહ મિલન સમારોહમાં સી.આર.પાટીલે કાર્યકરોનો જોશ બમણો કરવા કાર્યકરો પાસે સંકલ્પ પણ લેવડાવ્યો હતો, મારો જન્મ જીતવા માટે જ થયો છે અને ભાજપ ટીકીટ મને આપે કે પછી અન્ય કોઈ ને હું મારા પક્ષને જીતાડવા કટિબદ્ધ છું. નોંધનીય છેકે રાજયમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીને લઇને તૈયારીઓ આરંભી દેવામાં આવી હોય તેવો માહોલ અહીં જોવાયો હતો.

આ પણ વાંચો : મણિપુરમાં સુરક્ષાદળના જવાનો પર હુમલો, આસામ રાયફલ્સના CO સહિત 7ના મોત,રાજનાથ સિંહે કહ્યુ હુમલાખોરોને બક્ષવામાં નહીં આવે

આ પણ વાંચો : અમિત શાહે કહ્યું કેટલાક લોકો પવિત્ર ભૂમિને બદનામ કરે છે, આઝમગઢને આતંકનો અડ્ડો બનાવી દીધો, હવે અહીં બનશે કોલેજો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati