ભાજપ નેતા પીવીએસ સરમાના નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી પૂર્ણ, મારી પાસે આવક કરતા એક રૂપિયો પણ વધારે નથી : સરમા

  • Publish Date - 4:19 pm, Sun, 25 October 20
ભાજપ નેતા પીવીએસ સરમાના નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી પૂર્ણ, મારી પાસે આવક કરતા એક રૂપિયો પણ વધારે નથી : સરમા

ભાજપ અગ્રણી અને પૂર્વ ઈન્કમટેક્સ અધિકારી પીવીએસ સરમાના નિવાસસ્થાને દરોડાની કાર્યવાહી પૂર્ણ થઈ. પીવીએસ સરમાએ તપાસ પૂર્ણ થતા પોતાની પાસેથી આવક કરતા એક પણ રૂપિયો વધુ ન મળ્યાનો દાવો કર્યો. સરમાએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી કે અધિકારીઓએ કોઈ જ્વેલરી સીઝ નથી કરી. મારી પાસે લઘુમતિ વિસ્તારમાં 18 નાના પ્લોટ હતા. આ તમામ પ્લોટ અગાઉથી મે વેચી નાંખ્યા છે. મારી પાસે લિંબાયતના પર્વત પાટિયા વિસ્તારમાં એક રૂમ રસોડાનો ફ્લેટ છે. મારી એક ઓફિસમાં મારી પત્ની કામ કરે છે. પલસાણા ગામમાં 2 હજાર ફૂટની બિન ખેતીલાયક જમીન છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati