ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો રીટની સુનાવણી, સરકારે કહ્યુ વધુ 4 જગ્યાએ ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટિંગની સુવિધા ઉભી કરાશે

ગુજરાત સરકારે સુઓમોટો રીટ ( Suomoto writ ) સંદર્ભે કરેલ સોગંદનામામાં ( Affidavit ) કહ્યુ છે કે, કોરોનાનુ પરીક્ષણ કરવા માટેની વ્યવસ્થા વધારવામાં આવી છે. 26 યુનિવર્સિટી પૈકી 5 યુનિવર્સિટીમાં કોરોનાનું ટેસ્ટીગ થઈ રહ્યુ છે. રાજ્યની લેબોરેટરીમાં ડબલ શિફ્ટમાં કામગીરી કરવામાં આવી રહી છે.

  • Bipin Prajapati
  • Published On - 9:57 AM, 4 May 2021

કોરોનાને લઈને ગુજરાત હાઈકોર્ટે ( Gujarat High Court ) દાખલ કરેલ સુઓમોટો રીટની ( Suomoto writ ) આજે 4 મે મંગળવારના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. સુઓમોટો રીટની સુનાવણી પૂર્વે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ ( Affidavit ) રજુ કર્યું છે. જેમાં કહ્યુ છે કે, વધુ ચાર સ્થળોએ ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટિંગની સુવિધા ઉભી કરાશે.

ગુજરાત હાઈકોર્ટે ( Gujarat High Court ) રાજ્યમાં કોરોનાની કપરી સ્થિતિમાં સરકાર દ્વારા લેવાતા પગલાઓ સંબધે સુઓમોટો રીટ દાખલ કરી છે. સુઓમોટો રીટની ( Suomoto writ ) સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અનેક પ્રકારે, નિર્દેશો આપ્યા હતા. જે પૈકીનું પાલન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારે હાઈકોર્ટે આપેલા નિર્દેશોને લગતુ અને સરકાર દ્વારા કોરોનાની વકરેલી સ્થિતિને કાબુમાં લેવા માટે કરેલ કામગીરીનો સોગંદનામામાં ( Affidavit ) ઉલ્લેખ કર્યો છે.

ગુજરાત સરકારે કરેલા સોગંદનામામાં કહ્યું છે કે, કોરોનાનો વ્યાપ વધતો અટકાવવા માટે ગુજરાતના 29 શહેરોમાં રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ પ્રસરે નહી તે માટે ગ્રામ્ય સ્તરે જનજાગૃતિ લાવવાની કામગીરી હાથ ધરાઈ છે. કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ જેવા શહેરોમાં 108 દ્વારા આવનારા જ દર્દીઓને દાખલ કરવાની જે નીતિ હતી તે બદલી દેવામાં આવી છે. હવે કોઈ પણ વાહનમાં આવનારા દર્દીને સારવારમ માટે હોસ્પિટલમાં દાખલ કરાય છે. ગંભીર દર્દીને સારવાર માટે હોસ્પિટલોમાં વ્યવસ્થા કરાઈ છે.

કોરોના પરિક્ષણ સંદર્ભે ગુજરાત સરકારે કરેલ સોગંદનામામાં કહ્યુ છે કે, કોરોનાનુ પરીક્ષણ કરવા માટેની વ્યવસ્થા વધારવામાં આવી છે. 26 યુનિવર્સિટી પૈકી 5 યુનિવર્સિટીમાં કોરોનાનું ટેસ્ટીગ થઈ રહ્યુ છે. રાજ્યની લેબોરેટરીમાં ડબલ શિફ્ટમાં કામગીરી કરવામાં આવી રહી છે. કોર્ટના આદેશ બાદ, કોરોનાનું પરિક્ષણ કરતા વધુ 44 મશીન- સાધનો વસાવવા માટે ખરીદી કરવાના આદેશ કરવામાં આવ્યા છે. જેના વડે લેબોરેટરીને અપગ્રેડ કરવામાં આવશે.

હોસ્પિટલમા બેડની જાણકારી લોકોને મળી રહે તે માટે દરેક હોસ્પિટલની બહાર લોકોને દેખાય તે રીતે બોર્ડ મુકવાનો આદેશ આપવામાં આવ્યો છે. જેમાં સરકારી અને ખાનગી એમ બન્ને પ્રકારની હોસ્પિટલો આ આદેશનું પાલન કરીને બોર્ડ મૂકે છે. જેમાં બેડની સ્થિતિનો ઉલ્લેખ હોય છે. વેબ પોર્ટર ઉપર પણ ગુજરાતના વિવિધ શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેસની વિગતો મૂકવામાં આવી રહી છે.