સુરત પોલીસ હેડ કવાર્ટરમાં રડ્યા મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ, જબરજસ્તીથી કચેરીની અંદર લઈ જવાઈ

સુરત પોલીસ હેડ કવાર્ટરમાં રડ્યા મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ, જબરજસ્તીથી કચેરીની અંદર લઈ જવાઈ

સુરતમાં રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના પૂત્ર પ્રકાશ કાનાણી સાથે પોલીસ જાહેરનામાના ભંગ અંગે ઉગ્ર બોલાચાલી કરનાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ સુરત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પહોચ્યા હતા. પ્રકાશ કાનાણી અને તેમના મિત્રો સાથે થયેલી રકઝકનો વાયરલ થયેલ વિડીયો અને ઓડીયોના આધારે સુરત એ ડિવીઝનના એસીપીને તપાસ સોપવામાં આવી હતી. જેના ભાગરૂપે જવાબ લખાવવા સુનિતા યાદવ પોલીસ હેડકવાર્ટર ખાતે પહોચ્યા હોવાની વિગતો સામે આવી છે. તો સુનિતા યાદવ કોઈ મિડીયાને ના મળે તે માટે પોલીસ કર્મીઓએ સુનિતા યાદવને કોર્ડન કરીને જબરજસ્તીથી કચેરીમાં લઈ ગયા હતા. જ્યા સુનિતા યાદવ રડતા હોવાના દ્રશ્યો કેમેરામા કેદ થઈ ગયા.

Click on your DTH Provider to Add TV9 Gujarati