સુધરે એ સિવિલ હોસ્પિટલ નહી,ટાંકા લેવાના દોરામાં લાખો રૂપિયાની આડેધડ ખરીદી,સત્તા વગર ખરીદીને લઈ ઉઠ્યા સવાલ,સરકાર ભ્રષ્ટાચારીઓનાં ટાંકા ક્યારે તોડશે?

અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં ખરીદી કૌભાંડની વિગતો સામે આવતા ખળભળાટ ફેલાઈ ગયો છે. કોરોનાના સમયમાં સર્જરી બંધ હોવા છતાં સુચરની બેફામ ખરીદી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. આપને જણાવી દઈએ કે સુચર એટલે દર્દીનાં શરીર પર ટાંકા લેવા માટે જે વપરાય છે તે દોવાનું નામ સુચર છે. સુપરિન્ટેન્ડેન્ટની સત્તાનો દુરુપયોગ કરીને 20 હજારની ખરીદીની સત્તા […]

સુધરે એ સિવિલ હોસ્પિટલ નહી,ટાંકા લેવાના દોરામાં લાખો રૂપિયાની આડેધડ ખરીદી,સત્તા વગર ખરીદીને લઈ ઉઠ્યા સવાલ,સરકાર ભ્રષ્ટાચારીઓનાં ટાંકા ક્યારે તોડશે?
http://tv9gujarati.in/sudhre-e-sivil-h…ar-kharidi-karai/
Pinak Shukla

|

Jul 23, 2020 | 7:07 AM

અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં ખરીદી કૌભાંડની વિગતો સામે આવતા ખળભળાટ ફેલાઈ ગયો છે. કોરોનાના સમયમાં સર્જરી બંધ હોવા છતાં સુચરની બેફામ ખરીદી કરાઈ હોવાનું બહાર આવ્યું છે. આપને જણાવી દઈએ કે સુચર એટલે દર્દીનાં શરીર પર ટાંકા લેવા માટે જે વપરાય છે તે દોવાનું નામ સુચર છે. સુપરિન્ટેન્ડેન્ટની સત્તાનો દુરુપયોગ કરીને 20 હજારની ખરીદીની સત્તા હોવા છતાં લાખોની ખરીદી ઉંચા ભાવે કરાઈ હોવાનું ખુલ્યું છે. ક્વોટેશનથી આડેધડ ખરીદી કરી લેવાઈ છે.નજીવો વપરાશ છતાં ઉંચા ભાવે બેફામ સ્ટોકની એકસાથે ખરીદી કરવામાં આવી છે અને 9 પ્રકારના સુચરમાં મસમોટું ખરીદી કૌભાંડ બહાર આવ્યું છે અને એમાં પણ ખરીદાયેલા સુચર સિવિલ સુધી પહોંચ્યા જ ન હોવાની ચર્ચા ચાલી રહી છે. આ તમામ ખરીદી ક્વોટેશન પર કરવામાં આવી છે જેથી ક્વોટેશનની ખરીદીમાં સત્તા મર્યાદાનો પણ ભંગ કરવામાં આવ્યો છે. જ્યારે ટેન્ડરના ભાવ અને ક્વોટેશનના ભાવમા મોટો તફાવત સામે આવતા આ મુદ્દે ખુલીને તપાસ કરવા માટેની માગ ઉઠી છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati