આવકવેરા વિભાગ, જપ્ત કરેલ હિરાનો જથ્થો મુક્ત કરીને નાના મોટા 800 કારખાનાઓને રાહત આપે

આવકવેરા વિભાગે (IT) દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશનમાંથી જપ્ત કરેલા હિરાનો જથ્થો, 800 જેટલા કારખાના પેઢીને જોબવર્ક માટે મુક્ત કરવા સુરત ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆત

Bipin Prajapati

|

Jan 28, 2021 | 3:54 PM

સુરતના વરાછામાં આવેલ દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન નામની ડાયમંડની કંપનીમાં આવકવેરાએ (IT) દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કાળાનાંણાની સાથેસાથે બિનહીસાબી હિરાનો જથ્થો પણ મળી આવતા, આવકવેરા વિભાગે હિરાનો જથ્થો જપ્ત કર્યા છે. દિઓરા એન્ડ ભંડેરી કોર્પેોરેશનમાંથી દરોડા દરમિયાન જપ્ત કરાયેલા હિરાનો જથ્થો અન્ય નાના 800 જેટલા હિરાના કારખાનાવાળાનો છે. જેના કારણે, અન્ય નાના કારખાનાના સંચાલકો ભારે મુશ્કેલીમા મુકાયા છે. હિરાને લગતા નાના કારખાના અને તેના કારીગરોને હચાવવા માટે સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સ વચ્ચે આવ્યુ છે. સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા, આવકવેરા વિભાગ સમક્ષ એવી માંગણી કરાઈ છે કે, જો હિરાનો જપ્ત કરાયેલ જથ્થો મુક્ત કરવામાં આવે તો નાના મોટા 800 જેટલા કારખાના પેઢીના સંચાલકોને ત્વરીત રાહત મળી શકે તેમ છે. દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન સામે કાનુની કાર્યવાહી ચાલી રાખીને, કરચોરી બાબતે કામગીરી ચાલુ રાખવી પરંતુ જે જથ્થો જપ્ત કર્યો છે તે જોબવર્ક માટે મુક્ત કરવા જોઈએ.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati