ખેરાલુમાં શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના, પોલીસે કાબુ કરવા છોડ્યા ટિયર ગેસના સેલ, 15 તોફાની તત્વોની કરાઈ અટકાયત- વીડિયો

ખેરાલુમાં શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના, પોલીસે કાબુ કરવા છોડ્યા ટિયર ગેસના સેલ, 15 તોફાની તત્વોની કરાઈ અટકાયત- વીડિયો

| Edited By: | Updated on: Jan 21, 2024 | 11:48 PM

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં હાટડીયા રામ ની શોભાયાત્રા પર પથ્થર મારો થયાના ઘટના સામે આવી છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કરાઈ રહેલી ઉજવણીને લઈ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ દરમિયાન ખેરાલુ શહેર માં બેલીમ વાસ વિસ્તારમાં પથ્થરમારો થયના સમાચાર સામે આવ્યા છે. પોલીસે 15 લોકોની અટકાયત કરી છે.

ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા વાજતે ગાજતે નિકળી હતી. આ દરમિયાન જોરશોરથી ડીજે વગાડવામાં આવતા. જેને લઈ બેલીમ વાસ વિસ્તારમાં ધાબા પરથી કેટલાક યુવકો અને મહિલાઓના સહિતના ટોળાએ શોભાયાત્રા પર અચાનક પથ્થર મારો કર્યો હતો. ધાબા ઉપર થી મહિલાઓ અને પુરુષોએ રેલી ઉપર કર્યો પથ્થર મારો કરી રહ્યા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસે માહોલ બગાડવાનો પ્રયાસ કરનારા 15 લોકોની અટકાયત કરી છે.  અચાનક પથ્થરમારો થતા ઘટના પર કાબુ કરકવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.

આ પણ વાંચો: રામ મંદિર મહોત્સવને લઈ સાબરકાંઠામાં મંદિર સફાઈના કાર્યક્રમ, ક્લેકટર, MLA સહિત આગેવાનો જોડાયા

મસ્જિદ આગળથી પસાર થતી શોભાયાત્રા દરમ્યાન થયો પથ્થર મારો શરુ થયો હતો. ડીજે વગાડવાને લઈ આ પથ્થર મારો કર્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે આશરે 10 રાઉન્ડ ટીયરે ગેસ સેલ છોડ્યા હતા અને મામલો થાળે પાડવા માટે પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે જિલ્લા સમગ્ર જિલ્લા ની પોલીસ નો કાફલો ઘટના સ્થળે ખડકાયો હતો. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ પણ મામલાને લઈ કાર્યવાહી શરુ કરી છે અને વીડિયોથી ઓળખ કરીને અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે કાર્યવાહી શરુ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 21, 2024 06:17 PM