ક્યારેક અપક્ષ, ક્યારેક કોંગ્રેસ અને ભાજપ સાથે, જાણો દમણના સાંસદ MOHAN DELKARની રાજકીય સફર

MOHAN DELKAR : પોતાની પ્રથમ લોકસભા ચૂંટણી અને છેલ્લી લોકસભા ચૂંટણી અપક્ષ તરીકે લડનાર મોહન ડેલકરની રાજકીય કારકિર્દી ખૂબ રસપ્રદ રહી છે.

  • Tv9 webdesk42
  • Published On - 17:43 PM, 22 Feb 2021
Sometimes independent, sometimes with Congress and BJP, know the political journey of Daman MP MOHAN DELKAR

MOHAN DELKAR : દાદરા અને નગર હવેલી લોકસભા મત વિસ્તારના અપક્ષ સાંસદ MOHAN DELKARએ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના પટેલ નટુભાઇને 9,001 મતોથી હરાવીને જીત મેળવી હતી. 2019 લોકસભા ચૂંટણીમાં મોહન ડેલકરને 90,421 મતો મળ્યા હતા. પોતાની પ્રથમ લોકસભા ચૂંટણી અને છેલ્લી લોકસભા ચૂંટણી અપક્ષ તરીકે લડનાર મોહન ડેલકરની રાજકીય કારકિર્દી ખૂબ રસપ્રદ રહી છે. તેઓ કોંગ્રેસ અને ભાજપમાંથી પણ સાંસદ બન્યા અને છેલ્લે જેડીયુમાં જોડાયા હતા. આવો જોઇએ મોહન ડેલકરની રાજકીય સફર

1) મોહન ડેલકારે સેલવાસના યુનિયન લીડર તરીકે રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

2) 1985માં મોહન ડેલકારે આદિવાસીના ઉત્થાન માટે આદિવાસી વિકાસ સંગઠનની રચના કરી હતી.

3) મોહન ડેલકર નવમી લોકસભા ચૂંટણી 1989માં અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા, કોંગ્રેસ ઉમેદવાર સીતારામ ગવલીને 9000 મતોથી હરાવીને મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા.

4) કોંગ્રેસમાં જોડાઈ મોહન ડેલકર 10મો લોકસભા ચૂંટણી 1991માં ચૂંટણી લડ્યા અને ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલને 12,000 મતોથી હરાવી સાંસદ બન્યા.

5) 11મી લોકસભા ચૂંટણી 1996માં ફરી કોંગ્રેસ પક્ષમાંથી લોકસભા ચૂંટણી લડ્યા અને ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલને 9000 મતોથી હરાવી સાંસદ બન્યા.

6) કોંગ્રેસ સાથે છેડો ફાડી મોહન ડેલકર ભાજપમાં જોડાયા અને 12મી લોકસભા ચૂંટણી 1998માં ભાજપ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા, શિવસેનાના ઉત્તમ પટેલને 8000 મતોથી હરાવીને સાંસદ બન્યા.

7) ભાજપ સાથે છેડો ફાડી મોહન ડેલકર 13મી લોકસભા ચૂંટણી 1999માં અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને ભાજપના ઉમેદવાર ભૂરકુડ દિલીપને 13,000થી વધુ મતોથી હરાવી સાંસદ તરીકે ફરી ચૂંટાયા.

8 ) 14મી લોકસભા ચૂંટણી 2004માં ની લોકસભા ચૂંટણીમાં ભારતીય નવશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને કોંગ્રેસ ઉમેદવાર સીતારામ ગવલીને 13,000 મતોઠઇ હરાવી સાંસદ બન્યા.

9) મોહન ડેલકર કોંગ્રેસમાં જોડાયા અને 15મી લોકસભા ચૂંટણી 2009માં અને 16મી લોકસભા ચૂંટણી 2014માં કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને . 2009માં કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડ્યા, પણ હારી ગયા.

10) કોંગ્રેસ સાથે છેડો ફાડી મોહન ડેલકર 17 મી લોકસભા ચૂંટણી 2019 માં પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને ભાજપ ઉમેદવાર નટુભાઇ પટેલને હરાવી સાંસદ બન્યા.

11) મોહન ડેલકર 2020 માં બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમારની પાર્ટી JDUમાં જોડાયા હતા.