રાજકોટના ધોરાજીમાં રવિવારે ભરાતા ગુજરી બજારમાં Social distance ન જળવાતા પોલીસે વિભાગે કાર્યવાહી કરી. અને ગુજરી બજારને પોલીસે બંધ કરાવ્યું. ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા ગુજરી બજારમાં મોટી સંખ્યામાં ફેરિયા અને પાથરણા વાળા વેપાર કરતા હોય છે. જોકે મહામારીના સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા પોલીસે કાર્યવાહી કરી. અને તમામ ફેરિયા તથા પાથરણા વાળાઓને દૂર કર્યા. મહત્વપૂર્ણ છેકે સંક્રમણ ન ફેલાય તે માટે પોલીસ વિભાગે કાર્યવાહી કરી હતી.